બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ થયું જાહેર, PM મોદી અને રાહુલ ગાંધીની બેઠક બાદ મોટો નિર્ણય

બ્રેકિંગ / દેશના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ થયું જાહેર, PM મોદી અને રાહુલ ગાંધીની બેઠક બાદ મોટો નિર્ણય

Last Updated: 10:22 AM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયે આગામી સીઈસી તરીકે નિમણૂક માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. તેઓ વર્તમાન સીઈસી રાજીવ કુમારની નિવૃત્તિ પછી ચાર્જ સંભાળશે, જેઓ આવતીકાલે 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.

ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ કાયદા હેઠળ, ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ ગૃહમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા CI ની નિયુક્તિને લઈને થઈ હતી બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આજે સોમવારે (17 ફેબ્રુઆરી, 2025) એ થયેલી પસંદગી સમિતિને તેમના નામને અંતિમ રૂપ આપવામાં આવ્યું અને રાષ્ટ્રપતિને આની ભલામણ કરી.

કોણ છે જ્ઞાનેશ કુમાર?

ચૂંટણી આયોગમાં પોતાના કાર્યસ્થળ પહેલા જ્ઞાનેશ કુમાર ઘણા પ્રમુખ પોસ્ટ પર રહી ચૂકેલા છે. આ પદોમાં રક્ષા મંત્રાલયમાં સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અધિક સચિવ, સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ અને સહકાર મંત્રાલયમાં સચિવનો સમાવેશ થાય છે.

વધુ વાંચો:'પાપી માત્ર હું નહીં મારો ફોન પણ છે..' કહી યુવકે મોબાઈલ સાથે લગાવી ડૂબકી, મહાકુંભનો વીડિયો વાયરલ

તેમણે IIT કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગમાં B. Tech ની ડિગ્રી મેળવી છે. સાથે જ હાર્વર્ડ યુનિવર્સિટીના HILDમાંથી ICFAI માંથી બિઝનેસ ફાઇનાન્સ અને પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chief election commissioner of india gyanesh kumar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ