guruwar ke saral upay donate these six things on thursday
જ્યોતિષ શાસ્ત્ર /
ગુરૂવારે કરો આ 6 વસ્તુઓનુ દાન, ચપટી વગાડતા જ તમારા અટકેલા કામ પૂરા થઇ જશે
Team VTV12:06 PM, 01 Dec 22
| Updated: 12:09 PM, 01 Dec 22
સનાતન ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈના કોઈ દેવી અથવા દેવતાને સમર્પિત હોય છે. આ ક્રમમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરૂ બૃહસ્પતિને સમર્પિત કરવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોમાં બૃહસ્પતિ ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે.
ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરૂ બૃહસ્પતિને સમર્પિત
ગ્રહોમાં બૃહસ્પતિ ગ્રહને સૌથી શુભ ગ્રહ મનાય છે
ગુરૂવારે પીળી વસ્તુઓના દાનથી થતા લાભ
ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ પ્રિય હોય છે
આ ગ્રહને દેવગુરૂની પદવી પણ પ્રાપ્ત છે. દેવગુરૂ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ પ્રિય હોય છે. તેથી ગુરૂવારના દિવસે પૂજામાં પીળા રંગની વસ્તુઓનુ ઘણુ વધારે મહત્વ છે. નિષ્ણાંત જ્યોતિષ જણાવી રહ્યાં છે ગુરૂવારે પીળી વસ્તુઓના દાનથી થતા લાભ.
મળશે ભાગ્યનો સાથ: જો ભાગ્યનો સાથ મળી રહ્યો નથી તો ગુરૂવારના દિવસે પીળા રંગના અન્નનુ દાન જેમકે ચણાની દાળનુ દાન કરવુ શુભ હોય છે.
સારી નોકરીનો ઉપાય: જે લોકોને પોતાની નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એવા લોકોએ ગુરૂવારના દિવસે દેવગુરૂ બૃહસ્પતિનુ પૂજન કરીને લોકોને મીઠા પીળા ફળ અને પીળી મિઠાઈઓ અર્પણ કરવી જોઈએ.
અટકેલા કામ થવા લાગશે: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરૂવારના દિવસે કોઈ બ્રાહ્મણને પીળા વસ્ત્રનુ દાન કરવાથી વ્યક્તિના બગડેલા કામ થવા લાગે છે.
પરેશાનીમાંથી છૂટકારો મેળવવાનો ઉપાય: જો તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે તો એવામાં ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઇને જગનુ દાન કરો. આમ કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે.
આર્થિક તંગીનો ઉપાય: જો ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તો ગુરૂવારના દિવસે એક પાનનુ પત્તુ લઇને તેમાં હળદરની બે આખી ગાંસડી તૈયાર રાખો અને ભગવાન વિષ્ણુના મંદિરમાં ચઢાવો. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં ફેરફાર થશે.