બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / gurugram men seen drinking doing push ups on top of moving car alto police action video viral

જોખમી સ્ટંટ / ગુરૂગ્રામમાં નબીરાઓ બેફામ: ચાલુ કારે પુશઅપ મારતો VIDEO વાયરલ થતા પોલીસ થઇ દોડતી, બાદમાં શીખવ્યો એવો પાઠ કે...

Malay

Last Updated: 10:18 AM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gurugram News: ચાલતી કારની છત પર બેસીને દારૂ પીતા અને પુશઅપ લગાવતા યુવકોના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • ગુરુગ્રામમાં નબીરાના સ્ટંટનો વીડિયો વાયરલ
  • કારની છત પર નબીરાએ પીધો દારૂ
  • નબીરાની ધરપકડ કરવા પોલીસની કાર્યવાહી શરૂ

સોશિયલ મીડિયામાં અવારનવાર બાઈક અને કારમાં સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા હોય છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી હથિયાર સાથે રોડ પર ફરતા લોકોના વીડિયો પણ સામે આવી રહ્યા છે. આવા સ્ટંટ કરનારા પોતે તો અકસ્માતનો ભોગ બને જ છે સાથે અન્ય વાહનચાલકોને પણ મોતના મુખમાં ધકેલી દે છે, ત્યારે રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક કારની છત પર બેસીને પુશઅપ મારી રહ્યો છે, જ્યારે અન્ય યુવકો કારની બારીમાંથી લટકીને બૂમો પાડી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ગુરુગ્રામ પોલીસે કાર માલિકને 6 હજાર 500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

પોલીસે હાથ ધરી શોધખોળ
સાથે જ પોલીસે આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગુરુગ્રામના સાયબર હબ વિસ્તારનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક અલ્ટો કારની છત પર બેસીને દારૂ પી રહ્યો છે. જ્યારે અન્ય યુવકો કારની બારીમાંથી લટકીને બૂમો પાડી રહ્યા છે.

જીવના જોખમે ચાલુ કારે પુશઅપ લગાવી રહ્યો છે યુવક
એક યુવક કારની છત પર પુશઅપ લગાવી રહ્યો છે. યુવાનો એટલા નશામાં છે કે તેઓને પોતાનો કે અન્ય રાહદારીઓના જીવની પરવા નથી. આ દરમિયાન માર્ગમાં અકસ્માત પણ થઈ શકે છે. પરંતુ કારમાં બેઠેલા યુવકોને માત્ર પોતાની મસ્તીમાં લાગેલા છે. 

અન્ય રાહદારીઓએ વીડિયો બનાવીને કર્યો વાયરલ
પાછળ કાર ચલાવી રહેલા કેટલાક લોકોએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જે પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. વીડિયોના આધારે પોલીસે પ્રથમ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો. તેમણે કારની નંબર પ્લેટના આધારે કાર માલિકને 6 હજાર 500 રૂપિયાનો મેમો ફટકાર્યો છે. તો પોલીસે આ યુવકોની શોધખોળ પણ હાથ ધરી છે.  

સ્ટંટ કરનારા આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરીઃ ACP વરુણ દહિયા
ગુરુગ્રામમાં નબીરાના સ્ટંટનો વીડિયો વાયરલ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચના ACP વરુણ દહિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, આ વાયરલ થયેલો વીડિયો 2 દિવસ પહેલાનો છે. પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાની જાણ થઈ હતી. ટ્રાફિક પોલીસે સ્ટંટ કરનારા આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. હરેશ નામના વ્યક્તિએ કારમાં સ્ટંટ કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gurugram Push Ups VIDEO વાયરલ Video viral police action ગુરુગ્રામ પોલીસ જોખમી સ્ટંટ Gurugram News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ