બ્રેકિંગ ન્યુઝ
VTV / Gurugram 5 people and 2 girls died crematorium wall collapsed
Last Updated: 04:56 PM, 21 April 2024
મોત ક્યારેક ત્રાટકે તે આજ દી સુધી કોઈ જાણી શક્યું નથી. તે તો સ્મશાનમાં પણ ત્રાટકે આ વાતની સાક્ષી પૂરતી એક ભયાનક ઘટના બની છે. ગુરુગ્રામના વીર નગરમાં સ્મશાનની દિવાલ તૂટી પડતાં 5 લોકો કચડાઈ મર્યાં હતા તથા ઘણા ઘાયલ થયાં હતા.
ADVERTISEMENT
#WATCH | Haryana: Four people, including a child, died when the walls of a crematorium collapsed on them in Arjun Nagar, Gurugram today. Their postmortem is being done. Police investigation is underway and further action will be taken. pic.twitter.com/5ezomHRd3K
— ANI (@ANI) April 20, 2024
ADVERTISEMENT
#WATCH | Haryana: Rescue operations are underway in Gurugram's Arjun Nagar where four people, including a child, died as a wall of a crematorium collapsed on them earlier today. https://t.co/aCypdUDGtU pic.twitter.com/9s9vrbOw6Q
— ANI (@ANI) April 20, 2024
શાંતિથી બેઠેલા લોકો પર દિવાલ તૂટી પડી
દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં શનિવારે સાંજે લગભગ 6:30 વાગ્યે મદનપુરી સ્મશાનગૃહની પાછળના ગેટની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન દિવાલની બાજુમાં શેરીમાં બેઠેલા 2 બાળકો સહિત 6 લોકો દટાયા હતા. આ અકસ્માતમાં એક યુવતી ખુશ્બુ સહિત 5 લોકોના મોત થયા હતા. આ માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ટીમો મોડી રાત સુધી દિવાલનો કાટમાળ દૂર કરવામાં લાગી હતી. હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં કેટલાક લોકો આરામથી સ્મશાનની દિવાલની સાથે ગલીમાં ખુરશીઓ પર બેઠા છે. બધા એકબીજા સાથે વાત કરી રહ્યા છે. બાળકો પણ સાથે રમી રહ્યા છે. આ દરમિયાન દીવાલ ધરાશાયી થઈ જાય છે અને તેઓ નીચે દટાઈ જાય છે. દીવાલ પડતી જોઈને લોકો પણ ખુરશીઓ પરથી ઊભા થઈને દોડવાનો પ્રયત્ન કરે છે, પણ નિષ્ફળ જાય છે. નજીકમાં ઉભેલા લોકો દોડે છે અને કાટમાળ હટાવવાનું શરૂ કરે છે.
18 ફૂટ ઊંચી દિવાલ સાથે લાકડાં
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક પ્રત્યક્ષદર્શી અભિસારે જણાવ્યું હતું કે સ્મશાનભૂમિની અંદર લગભગ 18 ફૂટ ઊંચી દિવાલ સાથે લાકડાં નાખવામાં આવ્યાં છે. આ કારણે દીવાલ નમેલી હતી. કેટલાક લોકો શેરીમાં દીવાલ પાસે બેઠા હતા. તેની પાસે બાળકો રમી રહ્યાં હતાં. આ સાથે જ અચાનક દીવાલ ધરાશયી થઇ ગઇ. ત્યાં પાર્ક કરેલી કેટલીક બાઇક પણ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આ અકસ્માત બાદ ગુરુગ્રામના મદનગીર વિસ્તારમાં શોકનો માહોલ છે. જે દીવાલ નીચે વડીલો રોજ એકબીજા સાથે વાત કરતા હતા, તેની નીચે બાળકો હંમેશા રમતા જોવા મળતા હતા, સ્મશાનની દીવાલ લોકો માટે સમય સાબિત થશે તે હજુ પણ લોકો સમજી શકતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.