બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'મારા માથે ઘણું....'તારક મહેતા'ના સોઢીનું છલકાયું દર્દ, શેર કર્યો વીડિયો

વીડિયો / 'મારા માથે ઘણું....'તારક મહેતા'ના સોઢીનું છલકાયું દર્દ, શેર કર્યો વીડિયો

Last Updated: 06:32 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ હાલ ચર્ચામાં છે. લથડતી તબિયતના કારણે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલત એટલી લથડી કે આ અભિનેતાને કરવું પડ્યું 'દેવું', જાણો શું હાલ છે એક્ટર ગુરુચરણ સિંહનો.

સોની સબ ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરી રહી છે. તેમાં કામ કરતા મોટાભાગના કલાકારો તેમના શોના નામથી જ ઓળખાય છે. આ દિવસોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતા અભિનેતા ગુરુચરણ સિંહ ચર્ચામાં છે.

તેમની તબિયત ખરાબ થઈ હોવાથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે, તેઓ આર્થિક સંકટમાં છે. વધુમાં કહ્યું કે, 'તમે બધા મારી આર્થિક સ્થિતિ સમજો છો. મારા માથે ઘણું દેવું છે, જે મારે ચૂકવવાનું છે.'

વધુ વાંચો: સારવાર માટે સૈફ અલી ખાને કર્યો રૂ. 35 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ, જ્યારે મળ્યાં માત્ર આટલાં લાખ! આવું કેમ?

અભિનેતાની હાલત જોઈને ફેન્સ ખૂબ જ દુખી છે. તેની પોસ્ટની કોમેન્ટમાં ફેન્સ તેને હિંમત આપતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, એક્ટર ગુરુચરણે પિતાની ખરાબ તબિયતને કારણે તારક મહેત કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો.

ટીવી એક્ટર ગુરચરણ સિંહને શરીરમાં નબળાઈના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ તે દિવસે એટલા સુધી કહ્યું હતું કે, આ ટેનો હવે દુનિયામાં અંતિમ દિવસ છે. જો કે, હવે તેની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ અભિનેતાના માથા પર હજુ પણ લાખો અને કરોડોનું દેવું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tmkoc Gurucharan Singh ROSHAN SINGH SODHI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ