સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં દરરોજ એક વીડિયો વાયરલ થાય છે.હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક નાનું બાળક રસોઈ બનાવતું જોવા મળી રહ્યું છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક રસ્તાની બાજુમાં એક નાના સ્ટોલ પર ઉભું છે. તેને જોઈને લોકો તેના પર ફિદા થઈ ગયા છે અને તેના વખાણના પુલ બાંધી રહ્યા છે. પંજાબી ગાયક ગુરુ રંધાવાએ આ નાના છોકરાનો વીડિયો તેના ઇન્સ્ટા હેન્ડલ પર શેર કર્યો છે.
બીજા બધાની જેમ ગુરુ રંધાવા પણ આ બાળકનો ફેન બની ગયો છે અને તેણે પોતે પણ આ વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયો શેર કરીને લખ્યું છે કે, "ભગવાન દરેક બાળકનું ભલું કરે જેઓ પોતાના પરિવારનું ભેટ ભરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ગુરુ રંધાવાના આ વીડિયોને ઓછા સમયમાં 7 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે, જેના પર સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
લોકો થયા નાના રસોઈયાના ફેન
બીજા બધાની જેમ ગુરુ રંધાવા પણ આ બાળકનો ફેન બની ગયો છે અને તેણે પોતે પણ આ વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયો શેર કરીને લખ્યું છે કે, "ભગવાન દરેક બાળકને આશીર્વાદ આપે છે જે તેના પરિવારને બે સમયની રોટલી આપવા માટે સખત મહેનત કરી રહ્યો છે". ગુરુ રંધાવાના આ વીડિયોને ઓછા સમયમાં 7 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે, જેના પર સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.