બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Gurpreet Kaur became the bride of Bhagwant Mann, Arvind Kejriwal performed father's rituals

Photos / પંજાબમાં સાદગીપૂર્ણ રીતે CM માનના લગ્ન સંપન્ન, કેજરીવાલે પિતા તરીકેની વિધિઓ અદા કરી

Megha

Last Updated: 01:26 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવંત માનના લગ્નમાં સીએમ કેજરીવાલે પિતા તરીકેની દરેક વિધિ કરી હતી અને આ લગ્ન સીએમ આવાસ પર રાખવામાં આવ્યા હતા.

  • ભગવંત માનના લગ્નમાં સીએમ કેજરીવાલે પિતા તરીકેની દરેક વિધિ કરી 
  • ગુરપ્રીત કૌર તેના પતિ ભગવંત માનથી 16 વર્ષ નાની છે
  • ભગવંત માને 16 માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા

ભગવંત માન અને ગુરપ્રીત કૌરના લગ્ન થઇ ગયા છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. સીએમ કેજરીવાલ તેના પરીવાસ સહીત અ લગ્નમાં શામેલ થયા હતા. જો કે ભગવંત માનના લગ્નમાં સીએમ કેજરીવાલે પિતા તરીકેની દરેક વિધિ કરી હતી અને આ લગ્ન સીએમ આવાસ પર રાખવામાં આવ્યા હતા. 

જણાવી દઈએ કે 32 વર્ષની ગુરપ્રીત કૌર તેના પતિ 42 વર્ષના ભગવંત માનથી 16 વર્ષ નાની છે. બંનેની મુલાકાત ચાર વર્ષ પહેલા થઇ હતી. ભગવંત માનના આ બીજા લગ્ન છે. વર્ષ 2015માં ભગવંત માને તેની પત્ની સાથે છુટાછેડા લીધા હતા.  ભગવંત માનની પ્રથમ પત્ની ઈંદરપ્રીત કૌર સાથે તેમને બે બાળકો પણ છે. જે ભગવંત માનની પત્ની સાથે અમેરિકામાં રહે છે. 

કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન 2014માં પ્રથમ વાર સંગરુરથી સાંસદ બન્યા હતા. ત્યારે તેમની પત્ની ઈંદરકૌર પણ તેમના પ્રચારમાં દેખાયા હતા. જો કે, બંનેએ 2016માં છૂટાછેડા લઈ લીધા હતા. ભગવંત માને 2019માં સંગરુરથી ચૂંટણી જીત્યા હતા, પણ 2022માં તે આપ તરફથી પંજાબના સીએમ ઉમેદવાર બન્યા, તેમના નેત઼ૃત્વમાં પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો, ભગવંત માને 16 માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા. 

ભગવંત માનની પત્ની ડોક્ટર ગુરપ્રીત કૌર (32 વર્ષ)નું હુલામણું નામ ગોપી છે. ગુરપ્રીત પેહવા નગરનો રહેવાસી છે. તેમના પરિવારના સભ્યો હાલમાં એક અઠવાડિયા માટે ચંદીગઢમાં છે. ભગવંત માન (48 વર્ષ)ના આ બીજા લગ્ન છે. કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન 2014માં પ્રથમ વાર સંગરુરથી સાંસદ બન્યા હતા. ત્યારે તેમની પત્ની ઈંદરકૌર પણ તેમના પ્રચારમાં દેખાયા હતા. જો કે, બંનેએ 2016માં છૂટાછેડા લઈ લીધા હતા. ભગવંત માને 2019માં સંગરુરથી ચૂંટણી જીત્યા હતા, પણ 2022માં તે આપ તરફથી પંજાબના સીએમ ઉમેદવાર બન્યા, તેમના નેત઼ૃત્વમાં પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો, ભગવંત માને 16 માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા. ત્રણ મહિના પહેલા બંને બાળકો અને તેમની પહેલી પત્ની સીએમ તરીકે માનની શપથવિધિમાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal bhagwant mann ભગવંત માન Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ