Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ધર્મ / આજથી ગુપ્ત નવરાત્રી શરૂ, કરો આ મહા ઉપાય

આજથી ગુપ્ત નવરાત્રી શરૂ, કરો આ મહા ઉપાય

ગુપ્ત નવરાત્રીની શરૂઆત આજથી એટલે કે 3 જુલાઇ ગુરુવારથી થઇ ગઇ છે. હિંદુ પંચાગ અનુસાર નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. માન્યતા છે કે બે નવરાત્રી સામાન્ય હોય છે અને બે નવરાત્રી ગુપ્ત હોય છે. ગુપ્ત નવરાત્રી દરમિયાન તાંત્રિક અને અઘોરી પોતાની મનોકામના પૂર્ણ કરવા અને શક્તિ પ્રાપ્ત કરવા માટે ખાસ વિધિથી મા ની પૂજા કરે છે.

આ દરમિયાન તાંત્રિક ગુપ્ત રીતે બધાની નજરથી બચાવાની મા ની પૂજા કરે છે. જાણો ગુપ્ત નવરાત્રીમાં માં દુર્ગાની પૂજા અને મહાઉપાય કારણ કે તમને મળી શકે મનગમતું ફળ. 

ગુપ્ત નરાત્રીમાં કરો આ ઉપાય
ગુપ્ત નવરાત્રીના દિવસે વિશેષ સાધના કરીને મા ની કૃપા પ્રાપ્ત કરીને કોઇ પણ અસાધ્ય કામને પૂર્ણ કરી શકાય છે. આ દિવસે સાંજના સમયે પૂજાઘરમાં મા દુર્ગાની પ્રતિમા અથવા ફોટાની સામે ગાયના ઘી નો દિવો પ્રગટાવો અને એને તાંબાના કળશમાં પાણી ભરીને એની ઉપર રાખી મૂકો. ત્યારબાદ લાલ રંગના આસન પર બેસીને દેવીની ઉપાસના અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. 

જ્યારે પાઠ પૂર્ણ થઇ જાય તો દુર્ગા મા ને ઘરમાં બનેલો હલવો અથવા મિઠાઇનો ભોગ લગાવવો જોઇએ. માન્યતા છે કે માં દુર્ગાનો હલવાનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે. ત્યાર બાદ આ ભોગ કુંવારી કન્યાઓને દાન કરો. 

Related image

ગુપ્ત નવરાત્રિમાં દુર્ગાના દસ રૂપની વિધિવત પૂજા અર્ચના કરો. પૂજાઘરમાં મા દુર્ગાની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ