બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '23મીએ કોંગ્રેસનો થશે ભવ્ય વિજય', વાવ પેટા ચૂંટણી પૂર્ણ થતા જ ગુલાબસિંહ રાજપૂતનો હુંકાર
Last Updated: 09:48 PM, 13 November 2024
બનાસકાંઠા જિલ્લાના 07- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે હવે તમામ 10 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ ગયા છે. ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
'23મીએ પરિણામના દિવસે કોંગ્રેસનો ભવ્ય વિજય થશે'
ગુલાબસિંહ રાજપૂતએ કહ્યું કે, 'મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે મતદારોનો આભાર માનું છું' વધુમાં કહ્યું કે, 23મીએ પરિણામના દિવસે કોંગ્રેસનો ભવ્ય વિજય થશે. મતગણતરી કેન્દ્રથી જીતનો વરઘોડો નીકળીને ભગવાન ધરણીધરના દર્શન કરીશ.
ADVERTISEMENT
સ્વરૂપજી ઠાકોર સાથેના વીડિયો મુદ્દે બોલ્યા ગુલાબસિંહ
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સાથેના વીડિયો મુદ્દે ગુલાબસિંહ બોલ્યા કે, સ્વરૂપજી સાથે મે હાથ ન મિલાવ્યો તે વીડિયોનું ખોટું અર્થઘટન થયું છે. મારો સ્વભાવ છે કે કોઈપણ મને મળે તો હું તેને પ્રેમથી બોલાવું તો આતો ભાજપના ઉમેદવાર હતા
આ પણ વાંચો: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મળશે વીમા કવચનો ફાયદો, જાણો ક્યારથી
વાવ પેટા ચૂંટણી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.