બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / મલ્હાર-પૂજા બાદ આરોહી પટેલ અને તત્સત મુનશીએ પણ પ્રભુતામાં પગલાં પાડ્યા, જોયો લગ્નનો Inside Video
Last Updated: 02:57 PM, 9 December 2024
ઘણા સમયથી આરોહી અને તત્સત જાહેરમાં સ્પોટ થતાં હતા ત્યારથી જ તેમના ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યા હતા કે આ બંને વચ્ચેની મૈત્રી થોડી વધુ નિકટ છે ત્યારે 6 ડિસેમ્બરે બંને એ પોતાના લગ્નના ફોટો શેર કરીને તેમના ફેન્સને સરપ્રાઈઝ આપી કે તેમના વચ્ચે 'ૐ મંગલમ..'(ફેરા ફરી લીધા છે) અને હવે એ બંને નો મોર 'સિંગલમ'
ADVERTISEMENT
નૉન આલ્કોહોલિક બ્રેકઅપથી લઈને ૐ મંગલમ સિંગલમ સુધી
ADVERTISEMENT
આરોહી જાણીતા ડિરેક્ટર સંદીપ પટેલ અને પ્રોડ્યુસર આરતી વ્યાસ પટેલની પુત્રી છે તેણે તેના ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે 'મોતી ના ચોક રે સપનામાં દીઠા' અને 'પ્રેમજી: ધ રાઇઝ ઓફ આ વોરિયર' (2015) થી કરી હતી. તો તત્સત મુનશી એ આરોહી પટેલ સાથે 'ૐ મંગલમ સિગલમ' ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. જો કે આ બંનેની ઓળખાણ એક વેબ સીરિઝ ' નૉન આલ્કોહોલિક બ્રેકઅપ' ના સેટ પર થઈ હતી અને પછી તે મિત્રતા અને હવે લાઈફ પાર્ટનરમાં પરિણમી છે. ત્યારે આરોહી અને તત્સતે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા અને આરોહી એ પોતાના સોશિયલ મીડિયા પર લગ્નની એક જલક આપતો વિડીયો શેર કર્યો છે.
'Boss બ્રાઈડ' આરોહી
આરોહી એ શેર કરેલા લગ્નના વિડીયોમાં તે દરેક સ્ટીરિયો ટાઈપને તોડીને તેના બિન્દાસ્ત સ્વભાવ મુજબ લગ્નની ચોરીમાં ડાન્સ કરતી આવી રહી છે. લગ્નના બીજા સ્ટીરિયો ટાઈપને તોડતી આરોહી એ લગ્નની સુંદર ઓફ વ્હાઇટ અને રેડ સારી નીચે કમ્ફર્ટેબલ સનીકર્સ પહેર્યા છે. આ વિડીયોના કેપ્શનમાં આરોહી એ લખ્યું છે કે, "હું હમેશા મારા લગ્નમાં બારાતી' તરીકે જ એન્ટ્રી લેવા માંગતી હતી. મારા લગ્નમાં બીજા નાચે અને હું જ ના નાચું? આ કેવો ઇન્સાફ?" તેણે તેના લગ્નની એન્ટ્રી માટે ખાસ 'બોસ લેડી' ગીત તૈયાર કરાવ્યું છે જેના લિરિક્સ આલાપ અને પાર્થએ લખ્યા છે, તેનું સંગીત આલાપ અને પાર્થ દેસાઇ એ જ આપ્યું છે અને આ ગીત ગાયું છે સૃષ્ટિ ગુરુએ. તેના આ વિડીયોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે તો તેણે મન મૂકીને ડાન્સ પણ કર્યો છે અને તેની આસપાસ રહેલા લોકો પણ તેના આ ડાન્સમાં તેનો સાથ આપી રહ્યા છે. આ ઉપરાંત પણ આરોહી અને તત્સતના લગ્ન પ્રસંગે એક ગીત રજૂ થયું હતું. આ ગીતના લિરિક્સ. મ્યુઝિક પાર્થ અને આલાપ દેસાઇએ કર્યું છે તો આ ગીતને જીગરદાન ગઢવીએ સૂર બધ્ધ કર્યું છે.
વધુ વાંચો: 'એક્ટર ના હોત, તો કદાચ હું અંડરવર્લ્ડમાં હોત', નાના પાટેકરનો ચોંકાવનારો ખુલાસો, જુઓ શું કહ્યું
ઉદયપુરમાં જામ્યો કલાકારોનો મેળાવડો
આરોહી અને તત્સતના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉદેપુર પહોંચ્યા હતા. આ નવ દંપતીને આશીર્વાદ આપવા મલ્હાર ઠાકર, પૂજા જોશી, એષા કંસારા, સિદ્ધાર્થ ભાવસાર, મિત્ર ગઢવી, આર્જવ ત્રિવેદી, જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા સહિત તમામ લોકો હજાર રહ્યા હતા. આરોહી અને તત્સતના લગ્નની તમામ વિધિઓ ઉદેપુરમાં થઈ હતી તો તેમણે યુનિક પાયજામા પાર્ટી થીમ પર સંગીત નાઇટનું પણ આયોજન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT