બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:38 PM, 14 June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના: 12 જૂન 2025 એ એવી તારીખ છે જેને કોઈ પણ ભારતીય યાદ રાખવા માંગશે નહીં. આ દિવસે અમદાવાદમાં આટલો મોટો અકસ્માત થયો જેણે ભારતના દરેક વ્યક્તિને દુઃખી કરી દીધો. એર ઇન્ડિયાએ શનિવારે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ૨૫ લાખ રૂપિયાની વચગાળાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, 1 કરોડ રૂપિયાના વળતર ઉપરાંત, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના પરિવારોને ૨૫ લાખ રૂપિયા અલગથી આપવામાં આવશે.
ADVERTISEMENT
#ImportantUpdate
— Air India (@airindia) June 14, 2025
Air India stands in solidarity with the families of the passengers who tragically lost their lives in the recent accident. Our teams on the ground are doing everything possible to extend care and support during this incredibly difficult time.
As part of our…
એર ઇન્ડિયાએ આ જાહેરાત કરી
ADVERTISEMENT
એર ઇન્ડિયાએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના અને એકતા વ્યક્ત કરે છે. આ અત્યંત મુશ્કેલ સમયમાં, અમારી ગ્રાઉન્ડ ટીમો શક્ય તેટલી મદદ અને સહાય પૂરી પાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. અસરગ્રસ્ત પરિવારોની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયા મૃતકોના પરિવારોને ₹ 25 લાખ (આશરે 21,000 બ્રિટિશ પાઉન્ડ) ની વચગાળાની નાણાકીય સહાય પૂરી પાડશે. આ રકમ ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹ 1 કરોડ (આશરે 85,000 બ્રિટિશ પાઉન્ડ) ની સહાય ઉપરાંત હશે. એર ઇન્ડિયાના તમામ પરિવાર વતી, અમે આ દુ:ખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ અને અસરગ્રસ્ત પરિવારો, તેમના પ્રિયજનો અને તમામ પીડિતો સાથે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.