Team VTV05:15 PM, 08 Aug 19
| Updated: 06:52 PM, 08 Aug 19
શ્રાવણ માસ શરૃ થતા જ ભક્તિની સાથે આઠમ પર જુગાર રમવાની પણ તૈયારીઓ શરૃ થઇ જાય છે. જો કે આ કામમાં માત્ર પુરૃષો જ નહીં પરંતુ મહિલાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. પણ આપણે વાત કરવાની છે નશાના લતમાં ઝડપાયેલી મહિલાઓની.
જી,હા આજની મહિલાઓ નશો કરવામાં પણ પ્રથમ છે. દેશના મહાનગરોમાં ખુલ્લેઆમ નશો કરવો તે વાત સાવ સામાન્ય છે પરંતુ હવે આ બદીમાંથી ગુજરાત પણ બાકાત નથી. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક મહાનગરો છે જ્યાં ખુલ્લેઆમ સીગારેટના કસ મારતી મહિલાઓ જોવા મળે છે.
દારૃની વાત કરીએ તો પુરૃષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ વધી રહ્યુ છે. શહેરમાં જ્યાં દારૃની મહેફીલ જામે છે ત્યાં ગામડાઓમાં ગુટકા, તમાકુ, મસાલા જેવી પ્રોડક્ટનો મહિલાઓ છુટથી ઉપયોગ કરે છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે 2005-6માં 0.4 ટકા મહિલાઓ દારૃનું સેવન કરતી હતી જે વધીને 2015-16માં 0.7 ટકા થયુ હતુ. જ્યારે છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન આ પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે.
ગામડાઓમાં બહેનો ગુટકા પડીકીઓનો સહારો લે છે
નશાબંધી વિભાગના ઓફીસર સેક્રેટરી હરવદન પરમાર કહે છે, “નશાનું પ્રમાણ ચોક્કસથી વધ્યુ છે. હાઇપ્રોફાઇલ વર્ગની મહિલાઓ દારૃની લતે હોય છે. જ્યારે રસોડામાં કામ કરતી કે શ્રમ કરતી બહેનો ગુટકા પડીકીઓનો સહારો વધુ લેતી હોય છે. આ રીતે જોવા જઇએ તો બહેનોમાં વ્યસનનું પ્રમાણ ધીમે-ધીમે વેગવંત્તુ બની રહ્યુ છે.”
ગર્ભ ધારણની ક્ષમતામાં થાય છે ઘટાડો
ડો.દિપક વ્યાસ કહે છે, “નશાના કારણે મહિલાઓ અનેક રોગની શીકાર બને છે. હાલમાં મહિલાઓમાં સ્તન, માથાનું અને ગળાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યુ છે. બ્રેન ડેમેજિંગ અને બ્રેન સેલ્સ તુટવાના કારણે મોટી બિમારીમાં પટકાય છે. ગર્ભ ધારણની ક્ષમતામાં ઘટાડો થાય છે. આ ઉપરાંત પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.” સંસ્કારી મહિલાઓ તરીકે છબી ધરાવતી ગુજરાતની મહિલાઓ અનેક કારણોસર નશાની લતમાં લીન બની રહી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉપરાંત 9 અને 10 તારીખે પણ વરસાદ પડી શકે છે. તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી...