હવામાન પલટો / ચૂંટણીની મોસમ વચ્ચે ગુજરાતનું હવામાન બદલાયું, ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન

Gujarat's weather has changed between the election season, somewhere in the rains, there is a strong wind

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો.. જિલ્લામાં બે દિવસથી ધૂળની ડમરીઓ સાથે પવનની ગતિ તેજ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ.  કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો.  આ ઉપરાંત સાબરકાંઠાના ઇડરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો ત્યારે વરસાદ પડકા ખેડૂતોને પાકમાં નુકસાની થવાનો ડર છે. ખેડૂતોએ સંગ્રહ કરાયેલા ઘઉંને નુકસાન થવાની ચિંતા છે. 

બ્રેકિંગ ન્યૂઝ