બ્રેકિંગ ન્યુઝ
VTV / જોવા જેવું / પ્રવાસ / ગુજરાતના આ પાંચ બીચ જોઈને ભૂલી જશો ગોવાના બીચ, છેલ્લો તો છે અત્યંત સુંદર
Last Updated: 03:13 PM, 27 September 2024
જે લોકો વન્ડરલસ્ટ એટલે કે ફરવાના શોખીન છે, તેમને પહાડો અને દરિયા કિનારે કે પછી કુદરતી વાતાવરણ ધરાવતા સ્થળે ફરવા જવું ખૂબ ગમતું હોય છે. જે લોકોને બીચ ફરવા જવું છે, તેમના મોઢે મોટા ભાગે તમને ગોવાનું નામ સાંબળવા મળશે. ગોવા દેશનું સૌથી ફેમસ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે, એટલે અહીંના બીચ પર તમને હંમેશા ભીડ જોવા મળશે. એડવેન્ચર્સ એક્ટિવિટીથી લઈને નાઈટ લાઈફ એન્જોય કરવા માટે મોટા ભાગના લોકો ગોવા જ જતા હોય છે. પરંતુ જો તમે હોબાળાથી દૂર કોઈ શાંત બીચ પર જવા ઈચ્છો છો,તો ગુજરાતના પાંચ અતિસુંદર બીચ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. ગુજરાતના આ પાંચ બીચ એટલા સુંદર છે કે તમે તેના ફેન થઈ જશો.
ADVERTISEMENT
માંડવી બીચ, કચ્છ
સૌથી મોટા જિલ્લા કચ્છમાં સફેદ રણની સાથે સાથે બીચ પણ જોવાલાયક છે. અહીંનો માંડવી બીચ ખૂબ લોકપ્રિય છે. છેવાડાના વિસ્તારમાં હોવાને કારણે અહીં ખૂબ ઓછા લોકો હોય છે, જેને કારણે તમને દરિયાનું પાણી પણ પ્રમાણમાં ચોખ્ખું જોવા મળે છે. માંડવી બીચ પર તમે એડવેન્ચર એક્ટિવિટીની સાથે સાથે સનસેટનો નજારો પણ માણી શકો છો. સાથે જ ઘોડા અને ઉંટની સવારી પણ અહીં થાય છે. જો કે, દિવાળી જેવા તહેવારમાં અહીં પણ ભીડ હોય છે.
ADVERTISEMENT
ચોપાટી, પોરબંદર
મહાત્મા ગાંધીજીના ગામ તરીકે જાણીતા પોરબંદરનો આ બીચ પણ જોવાલાયક છે. પોરબંદરના ચોપાટી બીચની ગણતરી દેશના સૌથી સ્વચ્છ બીચમાં થાય છે. અમદાવાદતી લગભગ 394 કિલોમીટર દૂર આવેલો પોરબંદરનો આ બીચ ફેમિલી વેકેશન માટે બેસ્ટ છે. જો તમે પોરબંદર આવો છો તો આ બીચની સાથે સાથે ગાંધીજીના ઘર એવા કીર્તિ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.
માધવપુર બીચ
ગુજરાતના માધવપુર બીચની સુંદરતાની વાત શબ્દોમાં શક્ય નથી. માધવપુરનો બીચ તેના ઘેડ વિસ્તાર અને મેળા માટે પણ પ્રખ્યાત છે. અહીં તમે બીચના પાણીમાં મસ્તી કરવાની સાથે સાથે ઉંટની સવારી, લોકલ શોપિંગનો પણ લહાવો લઈ શકો છો.
સોમનાથ બીચ
જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવ સોમનાથજી બિરાજમાન છે, ત્યા સમુંદર પણ તેમના ચરણ પખાળે છે. સોમનાથના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અહીંના બીચની મુલાકાત જરૂર લે છે. જો તમે આ બીચ પર શાંતિથી બેસશો, તો તમને સમુદ્રનો ઘૂઘવાટ સાંભળવાની મજા આવશે.
શિવરાજપુર બીચ, દ્વારકા
આ બીચ વિશે તમે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું સાંભળ્યું હશે. અમદાવાદથી લગભગ 439 કિલોમીટર દૂર આવેલા ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં દર્શનાર્થે કરોડો લોકો આવે છે. આ સાથે જ તેઓ નજીક આવેલા શિવરાજપુર બીચની મુલાકાતે જરૂર જાય છે. અહીંની શાંતિ અને દરિયાનું બ્લૂ પાણી તમને સુકુનની અનુભૂતિ કરાવે છે.
આ પણ વાંચોઃ કેટલી પેઢીઓ સુધી જીવનમાં રહે છે પિતૃદોષ? અહીં છૂપાયેલા છે તમામ સવાલોના જવાબ
જો તમે પણ ટ્રાવેલ લવર છો અને ખાસ તો બીચ પર્સન છો, તો ગુજરાતના દરિયાકાંઠાની મુલાકાત એકવાર તો લેવા જેવી ખરી જ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.