બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / રાજકોટ / Gujarats first skin bank launched in Rajkot

પ્રારંભ / ગુજરાતમાં સૌથી પહેલી સ્કિન બેંક રાજકોટમાં શરૂ, દાઝી ગયેલા દર્દીને આ રીતે થશે ફાયદો, દાન પણ કરી શકશો

Kishor

Last Updated: 05:19 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સૌથી પહેલા સ્કિન બેંક સૌરાષ્ટ્રના રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. સાસંદ રામ મોકરિયા દ્વારા સ્કિન બેંકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી છે.

 

  • સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મહત્વના સમાચાર
  • રાજ્યની સૌથી પહેલી સ્કિન બેંક રાજકોટમાં શરૂ 
  • દાઝી ગયેલા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળશે

ખાનગી હોસ્પિટલમાં અપાતી મોંઘીદાટ સેવાઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાહત દરે થઈ રહી હોવાથી રાજકોટની આ હોસ્પિટલ અનેક ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.ત્યારેરાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કિન બેંકની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે સાંસદ રામ મોકરિયા દ્વારા તેને શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દાઝી ગયેલા દર્દીઓને હવે ડ્રેસિંગ અને દર્દીમાંથી મુક્તિ મળશે. લેવામાં આવતી સ્કિનને પાંચ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. સ્કિનને કઈ રીતે અને કેટલા તાપમાનનામા રાખવી તેના પર વાત કરીએ તો તેને ફ્રિઝમાં માઈનસ ૮૦ ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે. આ સ્કિનને જે વ્યક્તિનું મૃત્યુ થયુ છે તેના છ કલાકની અંદર જ લેવામાં આવે છે.આથી સૌરાષ્ટ્રના લોકો સ્કીનનું દાન પણ કરી શકશે

દાઝી ગયેલા દર્દીઓને ડ્રેસિંગમાં મદદ મળશે

જે લોકો દાઝી ગયા હોય તેવા દર્દી માટે આ બેંક અને સ્કીન ખૂબ જ ઉપયોગી બની શકે છે. જે લોકો કોઈ કારણથી દાઝ્યા હોય છે તો તે લોકોને બાયોલોજીકલ ડ્રેસિંગના સ્વરૂપમાં આ સ્કિન લગાવી શકાય છે. જેના કારણે દાઝી ગયેલા ભાગ પર કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન આવતુ નથી. અને થોડા સમય બાદ દાઝી ગયેલા દર્દીને નવી સ્કિન આવવા લાગે છે. આમ નવી સ્કિન આવતા લગાવવામાં આવેલી સ્કિન નીકળવા લાગે છે. 

સ્કિનને ફ્રિઝમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં રખાશે

કોઈ પણ વ્યક્તિના શરીરમાં તેમના અંગ મહત્વના હોય છે પરંતુ તેની સાથે સાથે સ્કિન સેન્સેટીવ હોય છે. થોડુ પણ જો શરીરમાં ઘસાય કે છોલાય છે તો તરત જ લોહી નીકળવા લાગે છે. સ્કિનનું મહત્વ ત્યારે આપણને સમજાય છે. તેથી કોઈ વ્યક્તિ દ્વારા ડોનેટ કરવામાં આવેલી સ્કિનને ફ્રિઝમાં માઈનસ ૮૦ ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ