બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat's biggest railway station did not pay tax since 30 years

અમદાવાદ / ગુજરાતના સૌથી મોટા કાલુપુર રેલવે સ્ટેશનનો 30 વર્ષથી આશરે રૂ.9 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી

Parth

Last Updated: 04:35 PM, 6 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ શહેરીજનોની સામાન્ય સુખાકારીનાં કામ પણ આ આવકથી હાથ ધરાય છે. તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા માટે સી‌લિંગ ઝુંબેશ સહિતની કાર્યવાહી કરાય છે. પરંતુ સામાન્ય લોકોની મિલકતને બાકી ટેક્સના મામલે તાળાં મારનાર તંત્ર સરકારી મિલકતો સામે લાલ આંખ કરી શકતું નથી. આનું ઉત્તમ ઉદાહરણ કાલુપુર રેલવે સ્ટેશનનું છે.

  • એરપોર્ટ ઓથોરિટીનો રૂ.19 કરોડનો ટેક્સ પણ ભરાયો નથી
  • મ્યુનિસિપલ તંત્રના ચોપડે કુલ રૂ.1400 કરોડનો ટેક્સ બાકી બોલે છે

30 વર્ષથી રૂ.9 કરોડનો પ્રોપર્ટી ટેકસ બાકી

24 કલાક પેસેન્જરથી ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશનનો લગભગ 30 વર્ષથી રૂ.9 કરોડનો પ્રોપર્ટી ટેકસ બાકી છે. જોકે ગયા વર્ષે બીએસએનએલની ઓફિસને તાળાં મારનાર તંત્ર રેલવે સત્તાવાળાઓ સામે કડક પગલાં ભરશે કે કેમ તેવી ચર્ચા ઊઠી છે. આમ તો મ્યુનિસિપલ તંત્રના ચોપડે કુલ રૂ.1400 કરોડનો ટેક્સ બાકી બોલે છે, જેમાં બંધ મિલનો બાકી ટેકસ સૌથી વધુ છે. 

મિલકતનો રૂ.18 કરોડથી વધુ ટેકસ મ્યુનિ. કોર્પોરેશનમાં બાકી બોલે છે

ઉપરાંત બીએસએનએલ, રેલવે, એરપોર્ટ ઓથોરિટીનો કરોડો રૂપિયાનો બાકી ટેક્સ હજુ સુધી ભરાયો નથી. રેલવેતંત્રની વાત કરીએ તો તેની શહેરમાં અંદાજે 500થી વધુ મિલકત છે. આ મિલકતનો રૂ.18 કરોડથી વધુ ટેકસ મ્યુનિ. કોર્પોરેશનમાં બાકી બોલે છે.કાલુપુર રેલવે સ્ટેશન ઉપરાંત અમદાવાદની ડીઆરએમ ઓફિસનો રૂ.91 લાખથી વધુ, સાબરમતી રેલવે કોલોનીનો રૂ.76 લાખથી વધુ અને સાબરમતી રેલવે સ્ટેશન ઓફિસનો રૂ.61 લાખથી વધુ ટેકસ હજુ સુધી ભરાયો નથી.

એરપોર્ટ ઓથોરિટીએ મ્યુનિ. કોર્પોરેશનમાં રૂ.58 લાખ ચૂકવ્યા

બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીનો રૂ.19 કરોડનો ટેક્સ પણ ભરાયો નથી, જે મામલે ભારે ઊહાપોહ થતાં એરપોર્ટ ઓથોરિટીએ તાજેતરમાં રૂ.58 લાખનો ટેક્સ ભરપાઇ કર્યો છે. આ પહેલાં એરપોર્ટ ઓથોરિટીએ મ્યુનિ. કોર્પોરેશનમાં રૂ.58 લાખ ચૂકવ્યા હતા. આમ, મ્યુનિ. કોર્પો.માં રૂ.1.16કરોડ ચૂકવાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Junction railway station Ahmedabad airport Income Tax ahmedabad gujarat Ahmedaabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ