Sunday, May 19, 2019

મહામંથન / 6 દાયકાના ગુજરાતે જોઈ-અનુભવી ઉથલપાથલ, ક્યારેક આંદોલનો તો ક્યારેક રમખાણો

1 મે 1960 એટલે કે ગુજરાતનો સ્થાપના દિન..જેનાથી આપ સૌ મિત્રો વાકેફ છો જ..પરંતુ અલગ ગુજરાત માટે લડત આપનારા નેતાઓની વાત કરીએ ત્યારે આપણે ઈન્દુલાલ યાજ્ઞિક અને ભાઈલાલ કાકાને આપણે કેવી રીતે ભૂલી શકીએ..ઈ.સ1956 અલગ ગુજરાત માટે શરૂ થયેલા મહાગુજરાત આંદોલનના પ્રણેતા રહ્યા ઈંદુલાલ યાજ્ઞિક. અને તેમના માટે કામ કરતા રહ્યા ભાઈલાલ કાકા. આંદોલનના 4 વર્ષ બાદ ગુજરાતનો ઉદય થયો.જેણે દેશને મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી આપ્યા. એટલું જ નહી પરંતુ આઝાદીની લડતના પ્રણેતા એવા મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ પણ આપ્યા. જો કે ગુજરાતના 60માં વર્ષના પ્રવેશ કરવાને લઈને હું એટલું જ આપ સૌને પુછવા માંગીશ કે શું આપણે એવું ગુજરાત બનાવી  શક્યા છીએ જેની લડવૈયાઓએ કલ્પના કરી હતી. દેશ અને વિશ્વમાં ગુજરાતીઓની બોલબાલા તો છે જ..પરંતુ ગુજરાતીઓની સાચી ઓળખ શું છે? શું આજે આપણે ગુજરાતને પૂર્વજોની કલ્પનાનુ ગુજરાત બનાવી શક્યા છીએ ખરા? આ  જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

Mahamanthan
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ