Team VTV07:38 PM, 14 Aug 19
| Updated: 07:43 PM, 14 Aug 19
પોલીસમા ફરજ બજાવતા અધિકારી અને જવાનોનુ એક સ્વપન હોઇ છે કે તેમને પ્રેસિડન્ટ પોલીસ મેડલ મળે. પરંતુ બહુ જુજ કહી શકાય તેવા અધિકારીઓ અને જવાનોને પ્રેસિડન્ટ પોલીસ મેડલ મળતુ હોઈ છે. પોલીસ ક્ષેત્રે આગવી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારીઓ અને જવાનોને પ્રેસિડન્ટ પોલીસ મેડલ આપવામા આવે છે. આવતીકાલે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્યતા દિવસ છે. ત્યારે ગુજરાતના કેટલાક પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવશે.
ઉપરાંત અમદાવાદ ક્રાઈમબ્રાંચના હેડ કોન્સ્ટેબલ પ્રતાપજી ચૌહાણ અને ચેતનસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ મેડલ અપાશે. તો અમદાવાદ ટ્રાફિક-B ડિવિઝનના ACP આકાશ પટેલ, વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના DYSP પિયુષ પિરોજીયા, કચ્છ ગાંધીધામના DYSP શબીર અલી સૈયદ અલી કાઝીને રાષ્ટ્રપતિ મેડલ અપાશે.
ત્યારે પેટલાદના DYSP રજનીકાંત સોલંકી, ભાવનગરના DYSP પ્રતિપાલસિંહ ઝાલાને પણ સન્માનિત કરાશે. તો સુરત ક્રાઈમબ્રાંચના હેડ કોન્સ્ટેબલ સત્યપાલસિંહ તોમર, MT બ્રાંચ વલસાડના PSI લલિતકુમાર મકવાણા અને
રાજકોટના DySPને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે
રાજકોટ ખાતે પશ્ચિમ રેલ્વેમા ફરજ બજાવતા ડિવાયએસપી પી.પી.પીરોજીયાનુ નામ પ્રેસિડન્ટ પોલીસ મેડલ માટે જાહેર કરવામા આવ્યુ છે. 2001મા ગુજરાત પોલીસમા સબ ઈન્સપેકટર તરીકે જોડાયેલ પિયુષ પિરોજીયાએ અત્યાર સુધીમા જુનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર ખાતે ફરજ બજાવી છે. ત્યારે તેમને રાષ્ટ્રપતિ મેડલ દ્વારા સન્માનિત કરવામા આવશે.
આણંદ જિલ્લાના બે પોલીસ અધિકારીઓને મેડલ અપાશે
આણંદ જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ અધિકારીઓની તેમની કારકિર્દી દરમિયાનની ફરજ નિષ્ઠા અને શ્રર્વશ્રેષ્ઠ કામગીરીને લઇ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થતા જિલ્લા પોલીસ બેડામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આણંદના DYSP ભરતસિંહ જાડેજા અને પેટલાદના DYSP રજનીકાંત સોલંકીને રાષ્ટ્રપતિ મેડલ અપાશે.