બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે જામનગરમાં રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ સહિત 5 લોકોને બેફામ કાર ચાલકે લીધા અડફેટે, કોઇનો જીવ ગયો હોત તો?
Last Updated: 09:37 AM, 28 April 2025
જામનગરમાં કાર ચાલકે વૃદ્ધને ટક્કર મારી હતી. સોયલ ટોલ નાકા પાસે આ અકસ્માતની ઘટના ઘટી હતી.. કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા... વૃદ્ધને બચાવવા જનાર ચાર જેટલા લોકોને પણ કારચાલકે અડફેટે લીધા હતા. જે બાદ સ્થાનીકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગોંડલ વિવાદ: બંને પક્ષો હવે લડી લેવાના મૂડમાં, સમર્થકોએ નોંધાવી સામસામી ફરીયાદ
અકસ્માત બાદ સ્થળ પરના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઇ શકાય છે કે આ ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકોનું ટોળું સ્થળ પર એકત્ર થઇ ગયું હતું. કારનો કાચ તૂટેલો જોઇ શકાતો હતો .. તો કારનો ડ્રાઇવર લોકો દ્વારા મેથીપાક મળવાને લઇને બેભાન થઇને નીચે પડ્યો હતો.
ADVERTISEMENT
પોલીસે હાલ આ ઘટના લઇને તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.