મોંઘવારી / ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે

હવે ચાની ચુસ્કી માટે ગુજરાતીઓએ વધારે કિંમત ચુકવવી પડશે. કોરોનાકાળમાં લોકડાઉનના કારણે ચાના બગીચાઓમાં અટકી ગયેલા કામકાજ અને બાદમાં આસામમાં ભારે પૂરના કારણે આ વર્ષે ચાના ઉત્પાદનમાં લગભગ 6 કરોડ કિલોનો ઘટાડો થયો છે. જેના કારણે ચાના ભાવ આસમાને પહોંચ્યા છે. ગયા વર્ષે લગભગ 139 કરોડ કિલો ચાનું ઉત્પાદન થયું હતુ. અને લગભગ 25 કરોડ કિલો ચાની નિકાસ થઇ હતી. ચાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ સૌથી મોટા ચા ઉત્પાદક રાજ્ય આસામમાં ચાના બગીચાઓમાં ખોરવાય ગયેલું કામકાજ છે. જેના કારણે હોલસેલમાં ચાના ભાવમાં રૂપિયા 100-120નો વધારો થયો છે. જ્યારે રિટેલમાં રૂપિયા 60-70નો વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ