બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujaratis will get relief in scorching heat,Orange alert in Ahmedabad even today
Last Updated: 09:11 AM, 2 May 2022
ADVERTISEMENT
આવતીકાલથી તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો થશે ઘટાડો
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદમાં ગઈકાલે તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે, ત્યારે ગરમીને લઇને રાહતના સમાચાર સામે આવ્યાં છે.રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે.
ADVERTISEMENT
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વર્તાઈ શકે છે અસર
મહત્વનું છે કે, અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ વધશે, જેના લીધે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગરમ સુકા પવનોની અસર તેમજ પવનની ગતિને લીધે બુધવારથી શુક્રવાર સુધી ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચતાં હીટવેવનું મોજું ફરી વળ્યું હતું.
ભારતમાં સોમવારથી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા
બીજી બાજુ, રાજધાની દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સોમવારથી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગરમી અને કાળઝાળ ગરમીથી અહીંના લોકોને થોડી રાહત મળશે.
રાજ્યના 7 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની પાર પહોંચ્યું
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 7 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદમાં 44 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, અમરેલીમાં 42.9, જૂનાગઢમાં 42.9 ડિગ્રી, ડીસામાં 42.4, પાટણમાં 42.4 ડિગ્રી, ભાવનગરમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.8 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.