શિયાળો આવે અને ગરમા-ગરમ વાનગી ખાવાની ઈચ્છા વધી જતી હોય છે. એમાં પણ બજામાં આટલા બધા ફ્રેશ શાકભાજી મળતા હોય ત્યારે તો, ચોક્કસથી અવનવી વાનગી ખાવાના ચટાકા થાય જ. હવે માર્કેટમાં લીલી તુવેર આવી ચૂકી છે, તો તમે બનાવી લો તેની ગરમાગરમ કચોરી અને માણી લો લીલી ચટણીની સાથે શિયાળાની મજા.
સૌપ્રથમ લીલવાને ધોઈની અધકચરા વાટો. હવે લીલા મરચાં, આદુને પણ વાટો. આ પછી એક વાસણમાં વધુ પડતુ તેલ ગરમ કરો. તેમાં રાઈ, તલ, લીલાં મરચાં, આદું નાખી લીલવા વઘારો, મીઠું નાખી બરાબર મિક્સ કરો. સાજીના ફૂલ પાણીમાં ઓગાળી નાખો. લીલવા ઓછા હોય તો બટાકા બાફીને છીણીને નાંખો. લીલવા ચઢી જાય એટલે બધો મસાલો નાખો. ઘઉંના લોટમાં અથવા મેંદામાં થોડો ઘઉંનો લોટ નાખીને ચમચી મીઠું અને બે ચમચી તેલ નાખી લોટ બાંધો. પૂરી વણીને મસાલો ભરી કચોરી વાળો તથા ગરમ તેલમાં તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ કચોરી. તેને તમે લીલી ચટણીની સાથે સર્વ કરીને મજા માણી શકો છો.