બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આંધી વંટોળ આવશે, ભારે પવન ફુંકાશે, ધોમધખતા તડકા વચ્ચે અંબાલાલની માવઠાની આગાહી

હવામાન / આંધી વંટોળ આવશે, ભારે પવન ફુંકાશે, ધોમધખતા તડકા વચ્ચે અંબાલાલની માવઠાની આગાહી

Last Updated: 01:09 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast : અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનમાં પલટો આવશે તેવી આગાહી કરી, ખાસ કરીને મે મહિનામાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખથી વરસાદ પડશે

Ambalal Patel Forecast : રાજ્ય અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. જેમાં ખાસ કરીને મે મહિનામાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ 8 મે આસપાસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ગાજવીજ પવન વધુ રહેશે.

રાજ્યના હવામાનમાં આવશે પલટો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મે મહિનામાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ 8 મે આસપાસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગરમાં હવામન પલટાશે અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. આગાહી પ્રમાણે અખાત્રીજથી આંધી-વંટોળ જોવા મળશે. આ સાથે 25 મે છી 4 જુન વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ તરફ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 27 એપ્રિલ સુધી પવનની ગતિ સામાન્ય જ રહશે અને 24 એપ્રિલ સુધી તાપમાનમાં વધારો થશે. કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે. હીટવેવને કારણે લૂનો પ્રકોપ જોવા મળશે તેમજ 24 એપ્રિલબાદ પણ ગરમીમાં શેકાવા તૈયાર રહેવુ પડશે.

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

વધુ વાંચો : 'હું 10 ફૂટ હતો અને આતંકીએ મારી સામે જોયું પણ..', સાર્થકે CM ભૂપેન્દ્ર પટેલને આંખોદેખી વર્ણવી

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ

  • ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
  • ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
  • ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
  • ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
  • તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
  • હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
  • બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
  • હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
  • બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
  • તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heatwave unseasonal rains Ambalal Patel Forecast
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ