બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / હે કુદરત! 'રોણા શેરમાં', 'ચાર ચાર બંગડીવાળી' સુપરહિટ ગીતો આપનારા મયૂર નાડીયાની નાની ઉંમરે અણધારી વિદાય
Last Updated: 09:31 PM, 14 April 2025
ગુજરાતને હવે ખૂબ ફેમસ થયેલા 'રોણા શેરમાં', 'ચાર ચાર બંગડીવાળી' જેવા ગીતો ક્યારેક નહીં મળે. નાનાથી માંડીને મોટા એમ બધાની લોકજીભે ચઢેલા ખ્યાતનામ ગીતો લખનારા મ્યુઝિક કમ્પોઝર મયૂર નાડીયાનું નાની વયે અવસાન થતાં સમગ્ર કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આટલી નાની ઉંમરમાં ગુજરાતે એક અમૂલ્ય રતન ગુમાવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કયા કયા ગીતો ફેમસ થયાં
મયૂર નાડીયાના લખેલા ઘણા ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી જેમાં હાથમાં છે વ્હિસ્કી, માં મારી આબરૂ નો સવાલ ,ચાર ચાર બંગડી, રોણા શેરમાં, મા તારા આશીર્વાદ, એવા અઢળક ગીતોના મ્યુઝિક ડિરેક્ટર હતા.
શું હતું અવસાનનું કારણ
મયૂર નાડીયાના અવસાનનું કારણ તો જણાવાયું નથી પરંતુ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે સાચું કારણ ગમે ત્યારે બહાર આવી શકે છે.
પરિવારમાં ભારે વિલાપ
મયૂરના આકસ્મિક અવસાનથી પરિવાર સહિત ગુજરાતી સંગીત પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી, પરિવારની હાલત રડી રડીને પાગલ જેવી થઈ છે.
કુદરત તારે ખજાને પડી મોટી ખોટ
દિવંગત મયૂર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહેતાં હતા. ઈન્સ્ટાગ્રામ પર નજર નાખતાં ગીતા રબારી, કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સાથે તેમની તસવીરો જોવા મળી રહી છે. તસવીરો જોઈને કદાચ મનમાં પહેલો સવાલ એ આવે કે 'કુદરત તારે ખજાને એવી તે શું ખોટ પડી કે તે આમ અચાનક એક મધ્યાહને તપી રહેલા સિતારાને આથમાવી દીધો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.