VIDEO / સાઉથની ફિલ્મને પણ ટક્કર મારે તેવી ગુજરાતી એક્શન ફિલ્મ 'બાબુભાઈ સેન્ટિમેન્ટલ'નું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે

Gujarati Movie Babubhai Sentimental trailer launched

ગુજરાતી ફિલ્મોને છેલ્લા કેટલાક સમયગાળાથી જમાનો આવ્યો છે. હિન્દી ફિલ્મના રવાડે ચડેલ યંગસ્ટર્સને હવે ગુજરાતી ફિલ્મોનું ઘેલું લાગ્યું છે. ત્યારે ફરી એકવાર દમદાર ગુજરાતી ફિલ્મ આગામી 17 જાન્યુઆરીના રોજ ફિલ્મઘરોમાં રજૂ થવાની છે. માયશા ફિલ્મસ, મોરી ગ્રુપ અને સીઝારા સીને આર્ટ સ્ટુડિયો દ્વારા આ અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'બાબુભાઇ સેન્ટિમેન્ટલ'નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. અપકમિંગ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ દર્શકોએ ખુબ જ વખાણ્યું છે. આ ટ્રેલર રિલીઝ થયાંના ગણતરીના કલાકોમાં જ હજારો લોકોએ જોયું હતું અને લાઇક કરીને શેર પણ કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ