બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી મૂળની ધ્રુવી પટેલ બની મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024, બોલિવૂડમાં કામ કરવાની છે ઇચ્છા, જુઓ PHOTOS

photo-story

10 ફોટો ગેલેરી

ફોટો સ્ટોરી / ગુજરાતી મૂળની ધ્રુવી પટેલ બની મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024, બોલિવૂડમાં કામ કરવાની છે ઇચ્છા, જુઓ PHOTOS

Last Updated: 11:52 AM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમેરિકાથી કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમનો અભ્યાસ કરતી ધ્રુવી પટેલ આ વર્ષે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ તરીકે પસંદ થઈ છે. 8 વર્ષની ઉંમરથી તેનું આ સપનું હતું, જે તેણે હવે પૂરું કર્યું છે. આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યુ જર્સીમાં કરવામાં આવ્યું હતું.

1/10

photoStories-logo

1. ધ્રુવી પટેલ

ધ્રુવી પટેલને આ વર્ષની મિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ 2024 તરીકે પસંદ કરવામાં આવી છે. આ ભારતની બહાર ચાલતું એક મોટું બ્યુટી પેજન્ટ છે. ધ્રુવી અમેરિકાથી કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમનો અભ્યાસ કરી રહી છે. (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. બ્યુટી પેજન્ટ વિજેતા

ન્યુ જર્સીના એડિસન શહેરમાં આ બ્યુટી પેજન્ટની ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે તે 31મી મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ 2024 હતી. આ સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્કની ઇન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ

ધ્રુવીએ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડની ફાઈનલ દરમિયાન કહ્યું હતું કે તે ભવિષ્યમાં બોલિવૂડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવા માંગે છે. (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ધ્રુવી પટેલે વ્યક્ત કરી ખુશી

ધ્રુવી પટેલે ન્યૂ જર્સીમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ 2024નો તાજ પહેર્યા પછી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. અન્ય લોકોને પ્રેરણા આપવાની તક

આ દરમિયાન તેણે કહ્યું, "મિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ જીતવી એ એક મોટું સન્માન છે. આ માત્ર તાજ નથી પરંતુ તે મારો વારસો, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તક છે." (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ક્વિનીપિયાક યુનિવર્સિટીમાં અભ્યાસ

આ પહેલા ધ્રુવી મિસ ઇન્ડિયા ન્યૂ ઇંગ્લેન્ડ 2023નો ખિતાબ પણ જીતી ચૂકી છે. ધ્રુવી ગ્રિસવોલ્ડ કનેક્ટિકટની રહેવાસી છે. ધ્રુવી કનેક્ટિકટમાં આવેલી ક્વિનીપિયાક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.(Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. બ્યુટી પેજન્ટ્સનો શોખ

ધ્રુવીને 8 વર્ષની ઉંમરથી જ બ્યુટી પેજન્ટ્સનો ખૂબ શોખ હતો, તેણે કહ્યું, "નાનપણથી જ મને ગ્લિઝ અને ગ્લેમરની દુનિયા પસંદ હતી, પરંતુ સ્કૂલમાં હોવાને કારણે મેં તે સમયે આ ક્ષેત્રમાં કંઈ કર્યું ન હતું. પરંતુ હવે મેં પોતાના પેશન સાથે અભ્યાસને બેલેન્સ કરી લીધું છે." (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. માતાપિતાનો સપોર્ટ

બ્યુટી પેજન્ટ્સની સાથે, ધ્રુવીને પેઇન્ટિંગ કરવાનો અને મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો પણ શોખ છે. પોતાના પરિવાર વિશે વાત કરતા તેણે કહ્યું, "મારી સૌથી મોટી પ્રેરણા મારા પિતા છે. તેમણે હંમેશા મારામાં વિશ્વાસ રાખ્યો છે અને હંમેશા મને સપોર્ટ કર્યો છે." (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. માતા પણ કરે છે પ્રેરિત

તેમની સાથે મારી માતા પણ મને મારા લક્ષ્યો તરફ પ્રેરિત કરતી રહે છે. તેમના કારણે જ હું કોઈપણ સ્ટેજ પર જવાનો આત્મવિશ્વાસ અનુભવું છું. (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. લાંબા સમયથી હતી ઇચ્છા

ધ્રુવી કહે છે કે આ બ્યુટી પેજન્ટ તેના માટે મનોરંજન અને મોડેલિંગ તરફ એક પગલું છે. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ 2024 એક રાષ્ટ્રીય સ્પર્ધા છે, જેની તે લાંબા સમયથી ઇચ્છા રાખતી હતી. (Photo Courtesy: Instagram@Dhruvi Patel)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Miss India Worldwide 2024 Beauty Pageant Winner Dhruvi Patel Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ