બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / વિક્રમ ઠાકોરની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું, સોશિયલ મીડિયા પર શેર કર્યો શૂટિંગનો વીડિયો
Last Updated: 03:59 PM, 11 June 2024
ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બોક્સ ઓફિસ પર દર્શકોના દિલ જીતવા માટે ફરી એક નવી ફિલ્મ 'ભાઈની બેની લાડકી' ફિલ્મ લઈને આવી રહ્યા છે. તેમની આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચુક્યું છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ શેર કરી છે. હવે આ ફિલ્મને લઈને તેમના ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે અને તેઓ ઉત્સુકતાથી તેમની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
વિક્રમ ઠાકોરે આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે શેર કરી છે. જણાવી દઈએ કે વિક્રમ ઠાકોરની આગામી ફિલ્મ 'ભાઈની બેની લાડકી'ની દિગ્દર્શન કુમાર મકવાણાએ કર્યું છે, જયારે વિક્રમ ઠાકોર સાથે આ ફિલ્મમાં જાણીતી અભિનેત્રીઓ આરઝુ લિંબાચિયા અને અંશી બારોટ પણ જોવા મળશે.
ADVERTISEMENT
આ સિવાય આ ફિલ્મમાં જીતુ પંડયા, સંજય પટેલ, યામિની જોશી જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મના સેટ પર તેમણે બિહાઇન્દ ધ સીનના કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે. આ ફિલ્મના એક ગીતના શૂટિંગનો પણ તેમણે વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે વિક્રમ ઠાકોર ઢોલિવુડના સુપર સ્ટાર છે. તેમણે નાનપણથી જ વાંસળી વગાડવાનો શોખ હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 'એકવાર પિયુને મળવા આવજે' ફિલ્મથી કરી હતી. તેમણે 'રાધા તારા વિના ગમતું નથી', 'વાગી કાળજે કટારી તારા પ્રેમની', 'રસિયા તારી રાધા રોકાણી રણમાં' જેવી ફિલ્મો કરી છે. અગાઉ તેઓ વર્ષ 2022ની 'પાટણથી પાકિસ્તાન' ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. તેઓ ગયા વર્ષે જીંદગી જીવી લે ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા.
મહત્ત્વનું છે કે વિક્રમ ઠાકોર ગુજરાતની સિનેમા જગતના એ સ્ટાર છે કે જેની ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેમના ચાહકો થીયેટરમાં ફિલ્મ જોવા ઉમટી પડે છે. ગાયકમાંથી હીરો બનેલા વિક્રમ ઠાકોર અત્યાર સુધીમાં લગભગ 30થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે. તેઓ આ વર્ષે ફિલ્મ સોરી સાજણામાં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં લાંબા સમય બાદ વિક્રમ ઠાકોર રોમેન્ટિક રોલમાં જોવા મળ્યા હતા. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના જીવન પર ફિલ્મ બનશે.
ઉલ્લેખનીય છે કે વિક્રમ ઠાકોરની સુપરસ્ટાર બનવા સુધીની સફર ખૂબ પ્રેરણાદાયક રહી છે. તેઓ પોતે જુદા જુદા ઈન્ટરવ્યુમાં સ્વીકારી ચૂક્યા છે કે એક સમયે તેઓ ઢોર ચરાવતા હતા અને તેમની પાસે વાંસળી લેવાના પણ પૈસા નહોતા. જો કે મહેનત અને ટેલેન્ટના જોરે તેમણે વાંસળી વગાડવાથી શરૂઆત કરી, બાદમાં ગાયક બન્યા અને આજે તેમનું નામ ગુજરાતના ઘરેઘરમાં જાણીતું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.