બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / કેવી છે ગુજરાતી ફિલ્મ Bhram? થિયેટરમાં જોવા જવાય કે નહીં, જાણો Movie Review
Last Updated: 01:38 PM, 24 May 2025
આ શુક્રવારે ગુજરાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ રીલીઝ થઈ છે - ભ્રમ. જેમ ફિલ્મનું નામ છે તેમ ફિલ્મ illusion પર આધારિત છે. ફિલ્મની વાર્તા 3 પાત્રો આસપાસ ફરે છે. - માયા ( સોનાલી લેલે દેસાઇ), મેહુલ ( મિત્ર ગઢવી) અને શ્રદ્ધા (નિશ્મા સોની). ઘરમાં એક મર્ડરથી શરૂ થતી ફિલ્મ એક સસ્પેન્સ થ્રીલર છે. અને ફિલ્મ છેક છેલ્લે સુધી દર્શકોને જકડી રાખે છે.
ADVERTISEMENT
ફિલ્મ શરૂ થાય છે 42 વર્ષની એકલી રહેતી સ્ત્રી માયા ( સોનાલી લેલે દેસાઇ) થી જે dimentia ની દર્દી છે. ડિમેન્શિયા એટલે ભૂલવાની બીમારી. માયાને આગળની ક્ષણે શું થયું એ પણ યાદ રહેતું નથી. માયા તેની દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) સાથે એક ઘરમાં રહે છે. આ ઘરમાં તેમની સંભાળ રાખવા માટે તેમનો કેર ટેકર છે મેહુલ ( મિત્ર ગઢવી). મેહુલ માયાની નાનામાં નાની જરૂરિયાતથી લઈને ઘરનું ધ્યાન રાખે છે. માયા dimentia ને લીધે તેના ઘરમાં ચારે તરફ દિશા સૂચન માટેના બોર્ડસ લગાવેલા છે અને તેના મોબાઈલમાં કેટલાક વીડિયો ને વોઇસ નોટ્સ પણ સેવ કરેલ છે જેથી માયા તેનું દૈનિક કાર્ય સરળતાથી કરી શકે.
એક દિવસની વાત છે કે માયા તેના ઘરમાં તેની દીકરીનું મર્ડર થયેલું જોવે છે અને પોલીસને જાણ કરે છે. પોલીસ ઇન્સ્પેકટર રાકેશ પરમાર ( અભિનય બેન્કર) તેની મહિલા આસિસ્ટન્ટ દેસાઇ સાથે મળીને મર્ડરની તપાસ કરે છે. પોલીસ ઘરે આવે છે શ્રધ્ધાના મર્ડર કેસને સોલ્વ કરવા માટે પણ શ્રધ્ધાતો જીવતી હોય છે. આ તપાસમાં ઘરમાંથી એક વધુ લાશ મળી આવે છે અને તે છે ઘરના નોકરની. અને હવે ખરી વાર્તા શરૂ થાય છે. એક એવી લેડી કે જેને કશું યાદ રહેતું નથી તેને પહેલી નજરે મર્ડર સસ્પેક્ટ ગણવામાં આવે છે. અને કેવી રીતે કેર ટેકર મેહુલ અને દીકરી શ્રદ્ધા તેની મમ્મી આ મર્ડર કેસથી બચાવે છે.
ADVERTISEMENT
ફિલ્મમાં ખૂબ ટ્વીસ્ટ અને ટર્ન છે. આ એક સાયકો થ્રીલર ફિલ્મ ક્લાઇમેક્સમાં જે રીતે સસ્પેન્સ રિવિલ કરે છે તે દર્શકોના વિચારની બહાર છે. ખરેખર ફિલ્મનો પ્લોટ અને વાર્તા ખૂબ મજબૂત છે.
અભિનય
વાત કરીએ તો ફિલ્મમાં સોનાલી લેલે દેસાઇ, મિત્ર ગઢવી, અભિનય બેન્કર, નિશ્મા સોની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સોનાલી લેલે દેસાઇ અને મિત્ર ગઢવીનો ઉત્કૃષ્ટ અભિનય છે. બંનેએ પોતાના પાત્રમાં જાણ રેડી દીધી છે. સોનાલી લેલે દેસાઇનો dimentiaના લીધે કી યાદ નહીં રાખી શકવાની લાચારી એક સિંમા અદભૂત રીતે પરફોર્મ કર્યું છે. તો મિત્ર ગઢવી એક પોલીસ કસ્ટડીના સીનમાં બાજી મારી જાય છે. અભિનય બેન્કરને કડક પોલીસ ઓફિસર બતાવવાની કોશિશ થોડી નબળી પડે છે. આ સિવાય ગેસ્ટ અપિરિયન્સમાં આર જે દેવકી પણ છાપ છોડી જાય છે. બાકીના કલાકારોનો પણ નોંધપાત્ર અભિનય.
ડિરેક્શન
ફિલ્મના રાઇટર-ડિરેક્ટર પલ્લવ પરીખ છે. તેમની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તેમની 'હું ઇકબાલ' પણ અલગ વિષે પર હતી. ત્યારે આ ફિલ્મમાં પણ તે અલગ વિષય લઈને આવ્યા છે. ફિલ્મનું સસ્પેન્સ છેક સુધી જકડી રાખે છે. પણ વાર્તા ક્યાંય ક્યાંય સહજ નબળી પડે છે. આ ઉપરાંત પણ ફિલ્મના અમુક દ્રશ્યો અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ'ની યાદ અપાવે છે. ઓવર ઓલ ફિલ્મનો પ્લોટ અને સસ્પેન્સ કાબિલે તારીફ છે.
આ પણ વાંચોઃ કેવી છે ફિલ્મ KESARI VEER ? થિયેટરમાં જોવા જવાય કે નહીં, જુઓ Movie Review
મ્યુઝિક
આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ તીર્થ ઠક્કરે આપ્યું છે. ફિલ્મમાં એક જ ગીત છે જે ટાઇટલ ટ્રેક છે જે બેકગ્રાઉન્ડમાં વાગે છે. આ સિવાય ફિલ્મમાં કોઈ ગીત નથી. જે સસ્પેન્સ ફિલ્મ માટે એક સારી વાત છે. જેથી ફિલ્મનો ફ્લૉ ક્યાંય તૂટતો નથી.
ઓવર ઓલ રેટિંગ
2 કલાક 11 મિનિટની આ ફિલ્મ ખરેખર ગુજરાતી સિનેમામાં એક નવો પ્રયોગ છે. જો કે આ પહેલા પણ સસ્પેન્સ થ્રીલર ફિલ્મ આવે છે. પણ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ નવા નવા એક્સપિરિમેન્ટ થવા લાગ્યા છે ત્યારે આ ફિલ્મ ખરેખર એકવાર જોવા જેવી છે. આ ફિલ્મને ઓવર ઓલ 5 માંથી 4 સ્ટાર્સ.
જો તમે આ વિકેન્ડ શું કરવું એ વિચારી રહ્યાં હોવ તો કોઈ પણ ભ્રમમાં રહ્યાં વગર 'ભ્રમ' એકવાર જરૂરથી જોઈ આવજો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.