બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કંઇક આ રીતે શૂટિંગ થાય છે ગુજરાતી સીરિયલ 'યુનાઈટેડ સ્ટેટ ઑફ ગુજરાત'નું, જુઓ Videos

મનોરંજન / કંઇક આ રીતે શૂટિંગ થાય છે ગુજરાતી સીરિયલ 'યુનાઈટેડ સ્ટેટ ઑફ ગુજરાત'નું, જુઓ Videos

Last Updated: 03:41 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનાઈટેડ સ્ટેટ ઑફ ગુજરાતમાં કેશવની ભૂમિકા ભજવતા રાજ અનડકટે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક બિહાઇન્ડ ધ સીન્સના વીડિયોઝ પોસ્ટ કર્યા છે. જુઓ આ વીડિયોઝ.

કલર્સ ગુજરાતી ચેનલ પર આવતા શો 'યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત'ના 100 એપિસોડ પૂરા થઈ ગયા છે. ત્યારે આ દરમિયાન 'યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત' શોના કેટલાક બિહાઇન્ડ ધ સીન્સના વીડિયોઝ સામે આવ્યા છે. આ સિરિયલમાં કેશવની ભૂમિકા ભજવતા રાજ અનડકટે તેના સોશિયલ મીડિયા પર આ વીડિયોઝ શેર કર્યા છે.

યુનાઈટેડ સ્ટેટ ઑફ ગુજરાતમાં કેશવની ભૂમિકા ભજવતા રાજ અનડકટે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક બિહાઇન્ડ ધ સીન્સના વીડિયોઝ પોસ્ટ કર્યા છે. આ વીડિયોઝની સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું, "પહેલા એપિસોડથી લઈને સોમા એપિસોડ સુધી, યુનાઈટેડ સ્ટેટ ઑફ ગુજરાતમાં કેશવ મોદી તરીકે કામ કરવાની અવિશ્વસનીય સફર રહી છે. દરેક ક્ષણ ખાસ રહી છે અને તમે બધાએ કેશવને જે પ્રેમ અને સમર્થન આપ્યું છે તેના માટે હું ખૂબ જ આભારી છું."

PROMOTIONAL 13

કેપ્શનમાં આગળ લખ્યું છે, "કેશવની સ્ટાઈલમાં હું કહીશ, વ્હાલીડાઓ! કેશવને પ્રેમ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, મોજે મોજ પડી ગઈ. આ તો માત્ર શરૂઆત છે. હજુ તો હાસ્ય અને પ્રેમથી ભરેલા ઘણા વધુ એપિસોડ આવવાના છે!" ઉલ્લેખનીય છે કે આ સિરિયલને 100 એપિસોડ પૂરા થઈ ગયા છે. અગાઉ એક ઇન્ટરવ્યુમાં રાજ અનડકટે જણાવ્યું હતું કે "હું ટીવી પર એક જીવંત અને આકર્ષક પાત્ર, કેશવ સાથે પાછો ફરવા માટે રોમાંચિત છું. ગુજરાતી ચાહકોને આ પાત્ર અને ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓનું ગૌરવ આપતો શો ચોક્કસપણે ગમશે - અસલ ગુજરાતીનું અસલ મનોરંજન છે. કલર્સ ગુજરાતી સાથે કામ કરવું એ એક ઉત્તમ અનુભવ બની રહેશે અને હું આ તક માટે આભારી છું."

આ પણ વાંચો: બેકલેસ બ્લાઉઝ, સિક્વન્સ સાડીમાં નોરા ફતેહીની કાતિલ અદાએ ફેન્સનું દિલ જીતી લીધું, તસવીરો જોવા જેવી

દ્વારકાની પૃષ્ઠભૂમિ પર આધારિત, 'યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત' શો એ ફેમિલી ડ્રામા છે. આ શોમાં રાજ અનડકટ ઉપરાંત સના શેખ, અમી ત્રિવેદી અને રાગિણી શાહ જેવા કલાકારો પણ જોવા મળે છે. 'યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ ગુજરાત' કલર્સ ગુજરાતી ચેનલ પર 15 જુલાઈ 2024થી શરૂ થઈ છે, જે સોમવારથી રવિવાર રાત્રે 8:00 વાગ્યે ચેનલ પર પ્રસારિત થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Raj Anadkat Gujarati Entertainment United State of Gujarat Serial
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ