બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મુંબઈ / અન્ય જિલ્લા / ગુજરાતી સંગીતકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, 90 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Last Updated: 07:23 PM, 11 December 2024
Purushottam Upadhyay has Passed Away: જાણિતા સંગીતકાર અને ગાયક તેમજ ગુજરાતનું ગૌરવ સમાન પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓએ 90 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે. પુરૂષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી કાવ્ય સ્વરકાર અને ગાયક હતા. તેમને પદ્મશ્રી પણ એનાયત કરાયો હતો. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમના નિધનથી શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
પુરુષોત્તમ ઉપાધ્યાયએ 'હે રંગલો...'થી લઈ 'દિવસો જુદાઈ'ના જેવા અનેક ગીતોને સ્વર આપી અમર બનાવ્યા છે. તેમણે 30 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે. તેમણે કરેલાં ગુજરાતી ગીતોનાં સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણઝણે છે. લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવાં આલા દરજ્જાનાં ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.
ADVERTISEMENT
કોણ હતા પુરૂષોત્તમ ઉપાધ્યાય?
પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ 1934ના ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો. તેમને 2017માં 'પદ્મશ્રી' ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. તેઓ ગુજરાતી સુગમ સંગીતના લોકપ્રિય ગાયક અને સંગીતકાર હતા. ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ જતા રહ્યા હતા. તેમણે નાટક-કંપનીઓમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી હતી.
જોગાનુજોગ ગુજરાતી રંગમંચના જાણીતા અભિનેતા અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ મુલાકાતથી પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવનમાં નવો વળાંક આવ્યો. થોડા સમય બાદ તેઓ ફરીથી મુંબઈ ગયા હતા. ત્યાં તેમને નાનુંમોટું કામ મળવા લાગ્યું હતું. સમયાંતરે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર એકલ કાર્યક્રમો ઠેર ઠેર દેશવિદેશમાં આયોજિત થવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ ના પુષ્પા 2, ના સ્ત્રી 2, તો કઇ મૂવી બની 2024ની સૌથી વધારે લોકપ્રિય ફિલ્મ, કમાણી કરોડોમાં
ઉપાધ્યાય ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ ખ્યાતિ ધરાવતા હતા. ચલચિત્રજગતની સુવિખ્યાત સ્વરનિયોજક બેલડી કલ્યાણજી–આણંદજીની સંગતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય પણ સ્વરનિયોજન કરવા લાગ્યા. તેમના સ્વરનિયોજન હેઠળ દેશના સુવિખ્યાત પાર્શ્વગાયકો સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા પ્રથમ પંક્તિનાં ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.