વરસ્યો અનરાધાર: ભીંજાઇ ગઇ કોરી પડી ગયેલી લાગણીઓ

By : kavan 03:49 PM, 18 July 2018 | Updated : 03:50 PM, 18 July 2018
-કવન આચાર્ય

" આ ધોધમારવરસે ,ચોમેર ધાર વરસે ,
હું કેટલુક ઝીલું ?અનહદ અપાર વરસે ! "


કવિયત્રી નયનાબેન જાનીની આ પંક્તિઓ વરસાદની શબ્દ સ્વરૂપે અનુભૂતિ કરાવે છે, સમય કરતા થોડું મોડ઼ા પણ વરસાદની ધમાકેદાર બેટિંગે સૌને ભીંજવી દીધા છે. ગુજરાતીઓએ મેઘરાજાનું આ સ્વરૂપ જોઇ એવું અનુભવ્યું કે,'આજ કૂછ તુફાની કરતે હે' 

ગુજરાતના કેટલાક મલકમાં દે ધના ધન શરૂ થયેલી આ ઇનિંગે ચોતરફ પાણીના દ્રશ્યો સર્જી દીધા છે. ફ્લેટની બારીએથી એક દ્રશ્ય જોયું, કેટલાક ભૂલકાઓં રોડ પર ભરાયેલા પાણીમાં છબછબીયા કરવાની અને મસ્ત વરસતા વરસાદમાં ભીંજાવાની મજા મા'ણી રહ્યા હતા.

આ ચિત્ર જોઇ મને પણ મારૂ બાળપણ સાંભરી આવ્યું, એક જમાનો હતો જ્યારે ગામડામાં આવેલ ઘર પાસેથી વરસાદી પાણી પસાર થતું હોય તેમાં દાદાએ બનાવી આપેલ કાગળની હોડી તરતી મૂકતા અને આનંદ લેતા.

મિત્રો, આ મોસમ ભીંજાવાની મોસમ છે, કેટલાય યુવા હૈયાઓ માટે આ માનીતી મોસમ છે. કવિની કલમ પણ વરસાદી ચિત્રને શબ્દ સ્વરૂપે ઉતારવા આતુર રહે છે. આ દ્રશ્યો માનવીને જીવતા શીખવાડે છે, ગરજતા શીખવાડે છે અને વરસતા પણ શીખવાડે છે.

એટલે જ મુકેશ જોશીના શબ્દોમાં કહું તો .....
" યાદ આવતા ભીની-ભીની આંખે અમે લખ્યો તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યા વાદળ વરસાદ પડે છે " 

 
કવન આચાર્ય, VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)Recent Story

Popular Story