Gujarat youth mla Sabarkantha Love affair talk of the town
ચકચાર /
મહિલા કાર્યકર સાથે ગુજરાતના આ MLAના પ્રેમ પ્રકરણની વાત બહાર આવતા ખળભળાટ, વિવાદનું કારણ ચોંકાવનારું
Team VTV06:13 PM, 24 Nov 20
| Updated: 06:17 PM, 24 Nov 20
નેતાઓના મહિલાઓ સાથેના સંબંધોન વારંવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ગુજરાતના રાજકારણી સાથે જોડાયેલો આવો જ એક એક કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સાબરકાંઠા ભાજપમાં ખળભળાટ
જિલ્લાના યુવા ધારાસભ્યનું અફેર ચર્ચામાં
ગાડી-બંગલાની આપી હતી લાલચ
પ્રાપ્ત થતી જાણકારી પ્રકારે, સાબરકાંઠા જિલ્લાના યુવા ધારાસભ્યને પોતાના જ પક્ષની મહિલા કાર્યકર સાથે અફેર સામે આવ્યું છે. ગાંધીનગરની મહિલા કાર્યકરની ગાડી બંગલાની લાલચ આપીને ફસાવ્યાની ચર્ચાઓ ચાલી રહી છે. સાબરકાંઠાના એક યુવા ધારાસભ્યને ગાંધીનગર જિલ્લાની ખૂબસૂરત મહિલા કાર્યકર સાથેના 2 વર્ષના અફેર બાદ મામલો ચકરાવે ચડ્યો હતો.
યુવા ધારાસભ્યએ મહિલા કાર્યકર્તાને આપી લાલચ
મહિલા કાર્યકરને યુવા ધારાસભ્યએ મકાન, ગાડી અને મોંઘી મોલાતોની લાલચ આપતા બંન્ને વચ્ચેનો પ્રણય સંબંધ વધુ ઘેરો બંન્યો હતો.
પરંતુ સમય વિતતો ગયો અને વાયદા પ્રમાણે ધારાસભ્યે 2 વર્ષમાં ગાડી-બંગલો કંઈ જ લઈ ન આપતા મહિલા કાર્યકર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી હતી. મહિલા કાર્યકર ફરિયાદ કરવા માટે પહોંચતા ભાજપના આગેવાનો દોડતા થયા. આ મામલાને દબાવવા લાખો રૂપિયાના વહીવટની ચર્ચાએ જોર પકડ્યું છે.