સમગ્ર ગુજરાતમાં જોવા મળી ઠંડીની લહેર, કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર

By : kavan 11:28 AM, 04 December 2018 | Updated : 11:29 AM, 04 December 2018
કચ્છ: ગુજરાતમાં હાલ ઠંડીનું જોર યથાવત છે. સમગ્ર રાજ્યમાં 11.3 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે, જયારે ડીસામાં 13.3 ડિગ્રી અને અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

હાલ ઉત્તરપૂર્વીય પવનોની રાજ્યમાં અસર વર્તાઈ રહી છે. તેથી આગામી દિવસોમાં ઠંડીમા વધારો થઈ શકે છે. ઠંડીની શરૂઆત થતાની સાથે જ પાર્ક, કે મેદાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. મહાનગરોમાં લોકો વહેલી સવારે મોર્નિંગ વોક કે જોગિંગ કરવા નિકળી પડે છે.ઉલ્લેખનીય છે કે, વધી રહેલા તાપમાનથી નાગરીકોએ ઠંડી સામે રક્ષણ મેળવવા મોર્નિગ વોક, પ્રણાયમ સહિત યોગ શરૂ કરી નાંખ્યા છે. આ ઉપરાંત રાજ્યના નાગરીકોએ ઠંડીથી બચવા ગરમ કપડાનો પણ સહારો લઈ લીધો છે. છેલ્લા થોડા દિવસોથી મોડી રાત્રીનાં અને વહેલી સવારનાં સમયે શિયાળા જેવું વાતાવરણ છવાઇ જાય છે. 

આપને જણાવી દઇએ કે, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં બરફ વર્ષા થઇ છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે કચ્છના નલિયામાં ગાત્રો થીજાવતી ઠંડી જોવા મળતા જનજીવન અસ્તવ્ય થઇ ગયું હતું. Recent Story

Popular Story