બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: કર્તવ્ય પથ પર દોડશે ગુજરાતનો ગૌરવવંતો ટેબ્લો, વીડિયોમાં દેખાઈ જાજરમાન ઝલક
Last Updated: 10:10 PM, 23 January 2025
પ્રજાસત્તાક દિવસને હવે વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ દિવસે દિલ્હીની પરેડમાં ગુજરાત સહિત દેશની વિવિધ 31 ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ વખતે ગુજરાતના ટેબ્લોમાં ખાસ છે. ગુજરાતની ઝાંખી રાજ્યની ઐતિહાસિક ગૌરવને સન્માન માન આપતા ઔદ્યોગિક અને ટેક પ્રોગ્રેસને દર્શાવે છે જ્યારે તેનું મુખ્ય આકર્ષણ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' છે.
ADVERTISEMENT
ઝાંખી પરંપરા અને આધુનિકતાને દર્શાવે છે
ADVERTISEMENT
ગુજરાત સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ખાસ કરીને સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન સહિત અત્યાધુનિક ઉદ્યોગોમાં રાજ્યનું યોગદાન દર્શાવે છે. આ ઝાંખી પરંપરા અને આધુનિકતાને દર્શાવે છે, જે ભારતના વિકાસમાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકાનું પ્રતીક છે.
પ્રવાસીઓ કૃતિઓને નજીકથી નિહાળી શક્શે
ઝાંખીમાં સંરક્ષણ, ગ્રામીણ વિકાસ અને સેમિકન્ડક્ટર્સ જેવી અત્યાધુનિક ટેક્નિકોમાં મોટી પ્રગતિને પ્રકાશિત કરી છે. આ વૈશ્વિક મંચ પર ભારતની ઊંચાઈ હાંસલ કરવાની આકાંક્ષાઓને દર્શાવે છે. પ્રજાસત્તાક દિવસની પરેડ પછી, ભારત પર્વના ભાગ રૂપે લાલ કિલ્લા પર ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે, જે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધી ચાલુ રહેશે. પ્રવાસીઓ આ શાનદાર કૃતિઓને નજીકથી નિહાળી શક્શે.
આ પણ વાંચો: VIDEO: GPSC ભરતીની આ તારીખે પરીક્ષા નહીં, એક વર્ષની બાળકી છાની ન રહી તો ટુંપો દીધો, જુઓ 8 મોટા સમાચાર
ઝાંખીઓ સાંસ્કૃતિક વારસો અને સિદ્ધિઓ દર્શાવે છે
આ ઝાંખીઓમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 16 તેમજ મંત્રાલયો અને વિભાગોની 10 ઝાંખીઓ પણ સામેલ છે. પ્રત્યેક ઝાંખી ભારતની સાંસ્કૃતિક વારસો અને સિદ્ધિઓને પ્રદર્શીત કરે છે. દિલ્હીના કર્તવ્ય પથ પર સાંસ્કૃતિક વિવિધતા અને આધુનિક સિદ્ધિઓનું પ્રદર્શન થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી / રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું, કાંધલનું રાજકીય વર્ચસ્વ યથાવત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.