બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધૂળની ડમરીઓ ઉડશે, ફૂંકાશે ભારે પવન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતનું વાતાવરણ પલટાશે
Last Updated: 06:07 PM, 18 April 2025
ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકાયો છે, ત્યારે લોકો ગરમીમાં જ્યુસ, ઠંડા પીણા આરોગીને ધખધખતા તાપ સામે રક્ષણ મેળવી રહ્યાં છે. લોકો ભર બપોરે બહાપ નીકળવાનો પણ ડાળી રહ્યાં છે જેના પગલે કેટલાક રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. જો કે, આ બધાની વચ્ચે ગરમીને લઈ હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી ગઈ છે.
ADVERTISEMENT
બે જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર
ADVERTISEMENT
હવામાન વિભાગે કચ્છ અને રાજકોટમાં યેલો અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 2 દિવસ પછી તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે અને ત્યાર પછી ફરી તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
આવતીકાલથી 2 દિવસ સુધી જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડશે, ત્યારે પવનની ગતિ વધુ હોવાના કારણે 19 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5 ટકાની ટેક્સ છૂટ
ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાને લઈ આગાહી કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં ચોમાસુ સામાન્ય કરતા વધારે રહેશે. આ સાથે કહ્યું કે, રાજ્યમાં આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ રહેશે તો આ વર્ષે વરસાદ વહેલો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રોહિણી નક્ષત્રમાં 25 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે છે. આ સાથે વરસાદ સાથે આ વર્ષે ગાજવીજ અને પવનનું જોર વધારે રહેશેત તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.