બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે બેથી ત્રણ ડિગ્રીનો વધારો, વાંચો પરેશ ગોસ્વામીની ભુક્કાં બોલાવતી આગાહી
Last Updated: 08:04 AM, 26 March 2025
Weather Update : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર અને વડોદરા સહિત રાજ્યના આઠ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ તરફ હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. મહત્વનું છે કે, માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં અસહ્ય ગરમીને કારણે હવે લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે શું કરી છે આગાહી ?
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે આગાહી કરી છે કે, આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડાનું અનુમાન છે. જોકે 3 દિવસ પછી ફરીથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેશે. ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.
ADVERTISEMENT
અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
મંગળવારે ગુજરાતમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આ સાથે સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી અને રાજકોટ 40.7 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું. ગાંધીનગર અને વડોદરા સહિત આઠ શહેરો અને નગરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 22.1 ડિગ્રી સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ હતું.
વધુ વાંચો : જૂનાગઢમાં રખડતા ઢોરે યુવાનને શિંગડે ચડાવ્યો, વીડિયો જોઈ કંપારી છૂટી જશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી ?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 26 અને 27મી માર્ચના રોજ 2થી 3 ડિગ્રી તાપમાન ગગળશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ તાપમાન ઊંચુ જવાની શક્યતા છે. એટલે કે ગુજરાતીઓને 28 સુધી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. 28થી 31 તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. તેમાં પણ 29 અને 30મી માર્ચના રોજ મહત્તમ ઊંચુ તાપમાન જઈ શકે તેવું અનુમાન છે. આ સાથે તેમણે કહ્યું કે, હવામાનમાં પલટો આવવાથી કેટલાક વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31મી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.