બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતમાં લાવશે વરસાદ, તાપી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓને લઇ નાવકાસ્ટ જાહેર
Last Updated: 09:59 AM, 5 September 2024
રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે હજુ પણ વરસાદ ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. એમ તો આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પણ હવે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને આગામી ૩ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
ડાંગ અને મોરબીના હળવા વરસાદી ઝાપટાની આગાહી
ADVERTISEMENT
થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ડાંગ, મોરબીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદની થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં તાપી, સુરત, નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
હવે ફરી એકવાર મેઘરાજા ગુજરાત પર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાત પર બંગાળની ખાડીમાં રચાયેલા ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી. પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આજે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 198 તાલુકાઓ છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભીંજાયા, જાણો સૌથી વધુ કયા વિસ્તારમાં સર્જી તારાજી
આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં થશે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 6 સપ્ટેમ્બરે ગુજરાતમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે, તો આ સાથે વરસાદ માટેનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. શનિવારે 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, તો 8 સપ્ટેમ્બરે રવિવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.