બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિયાળાની શરૂઆતમાં અંબાલાલની ચક્રવાતવાળી આગાહી, આ તારીખે ગાત્રો થીજવતી ઠંડી પડશે

હવામાન અપડેટ / શિયાળાની શરૂઆતમાં અંબાલાલની ચક્રવાતવાળી આગાહી, આ તારીખે ગાત્રો થીજવતી ઠંડી પડશે

Last Updated: 07:42 AM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે રાજ્યમાં ગરમી ઘટશે.

દેશભરમાં શિયાળો ધીમે-ધીમે દસ્તક આપી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોડી રાતે અને સવારે હવામાં ગુલાબી ઠંડી અનુભવાય છે, જયારે દિવસે તડકાને લીધે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે રાજ્યમાં ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે, ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. સાથે જ તેમણે જણાવ્યું કે હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ નથી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં કારણે ઉત્પાદન ઘટી શકે છે. હાલની ગરમીને જોતા જો ઘઉંની વાવણી કરવામાં આવે છે તો પાકને તેની અસર થવાની શકયતા છે.

PROMOTIONAL 12

હિમ વર્ષાના કારણે ગુજરાતમાં આવી શકે છે ઠંડીની લહેર

અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળશે. જો કે અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે. સાથે જ તેમણે જણાવ્યું કે બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. સાથે જ અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.

આ પણ વાંચો: વાવ પેટા ચૂંટણીનું મતદાન શરૂ, ગુલાબસિંહ અને માવજી પટેલ નહીં આપી શકે વોટ

છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તુટશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું જે ગ્લોબલ વોર્મિંગને કારણે 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે. ત્યારે તેમણે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને માવઠાં થવા અંગે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તુટશે. સાથે જ તેમણે જણાવ્યું કે માર્ચ માસ સુધી હવામાનમાં પલ્ટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Gujarat Weather Forecast forecast by Ambalal Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ