બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે રાજ્યભરને ઘમરોળશે મેઘરાજા: બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદનો વરતારો

આગાહી / આજે રાજ્યભરને ઘમરોળશે મેઘરાજા: બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદનો વરતારો

Last Updated: 08:25 AM, 13 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે અનુસાર, આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

નવરાત્રી પૂરી થઈ ગયા પછી હવે ફરી એકવાર હવામાન વિભાગની વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આજે સમગ્ર રાજ્યમાં પડશે વરસાદ

રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાં વરસાદનો વરતારો કરવામાં આવ્યો છે. જયારે મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદ વરસશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ થશે વરસાદ

દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને દ્વારકામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

PROMOTIONAL 8

એક દિવસ અગાઉ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. જેને લઈ હવે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમની આગાહી કરી હતી. સાથે જ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સ્વેટર-જાકીટ કાઢી રાખો! ગુજરાતમાં ઠંડીને લઈને IMDનું મોટું એલર્ટ, આ તારીખથી 'કોલ્ડ એટેક'

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 થી 16 ઓક્ટોબર દરમિયાન 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને ગુજરાતમાં 13 ઓક્ટોબરે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rainfall Alert Weather Forecast Gujarat Rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ