બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પર કમોસમી કમઠાણ! લો પ્રેશરથી આ તારીખોમાં માવઠું પડી શકે, અંબાલાલની આફતવાળી આગાહી
Last Updated: 06:29 AM, 15 November 2024
દેશભરમાં ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ ઠંડીની રાહ જોવાઈ રહી છે. દિવસે તડકાને લીધે ગરમીનો અહેસાસ થાય છે, પરંતુ રાતે અને વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે શિયાળાને લઈને જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
ADVERTISEMENT
23 નવેમ્બર પછી આવી શકે છે ઠંડીની લહેર
અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળશે. અંબાલાલ પટેલે શિયાળા અંગે કરેલી આગાહી પ્રમાણે, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે, ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
ADVERTISEMENT
જો કે અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે.
સાથે જ તેમણે જણાવ્યું કે હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ નથી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં કારણે ઉત્પાદન ઘટી શકે છે. હાલની ગરમીને જોતા જો ઘઉંની વાવણી કરવામાં આવે છે તો પાકને તેની અસર થવાની શકયતા છે.
આ પણ વાંચો: કપાસનો સંગ્રહ કરવો કે ન કરવો? કૃષિ યુનર્વિસટીના વૈજ્ઞાનિકે આપી સોના જેવી સલાહ
છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તુટશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું જે ગ્લોબલ વોર્મિંગને કારણે 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે. ત્યારે તેમણે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને માવઠાં થવા અંગે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તુટશે. સાથે જ તેમણે જણાવ્યું કે માર્ચ માસ સુધી હવામાનમાં પલ્ટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.