બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બસ હવે 21 દિવસ જ બાકી! સર્જાશે સાયક્લોન, ગાજવીજ સાથેની અંબાલાલની આગાહી
Last Updated: 12:02 PM, 17 May 2025
અત્યારે ગુજરાતમાં હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંક દિવસોમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે હવામાનમાં થોડી ઠંડક જોવા મળી. પરંતુ હવે ફરી ઉકળાટ અને બફારાવાળું વાતાવરણ છવાઈ ગયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ મુજબ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે. તેઓના જણાવ્યા મુજબ 24 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ, આંધી અને પવન ફૂંકાવાની શક્યતા છે. આ વાતાવરણના કારણે જગતના તાત ખેડૂતોની ચિંતામાં વધારો થઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 25 મે આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાઈ શકે છે. આ સાયક્લોનનો સૌથી વધુ અસરકારક વિસ્તાર સૌરાષ્ટ્રના દિગ્ગજ શહેરો જેમ કે દીવ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ હશે. અહીં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો માટે પણ આ વાતાવરણ ચિંતા ઊભી કરી શકે છે. જેમણે ખરીફ સીઝન માટે જમીન તૈયાર કરી છે, તેમણે પાણી ભરાવા ન થાય તેવી તકેદારી રાખવી જરૂરી છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન થાય તે પહેલથી જ નુકસાનથી બચાવવાના પગલાં લેવા જોઈએ. હવામાન વિભાગે આ પહેલા પણ જાણ કરી છે કે ચોમાસું ગુજરાતમાં 8 જૂન આસપાસ બેસી શકે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાની પ્રવૃત્તિઓથી ચોમાસાની તૈયારી ધીમે ધીમે આગળ વધી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો આગામી 5 દિવસનું હવામાન
આને ધ્યાને લઈને સામાન્ય લોકો અને ખેડૂતો બંનેએ આગામી દિવસોમાં સતર્ક રહેવું જરૂરી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સરકારી સૂચનાઓનું પાલન કરવું અને સાયક્લોન અંગે પૂરતી તૈયારી રાખવી જરૂરી છે. તીવ્ર ગરમી, પવન અને વીજળીથી બચવા માટે યોગ્ય તકેદારી રાખવી અતિઆવશ્યક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT