બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વિશાળ વરસાદી સિસ્ટમ સક્રિય, 12 જિલ્લામાં ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર
Nidhi Panchal
Last Updated: 06:46 AM, 6 July 2025
16 જૂનથી ચોમાસાની પ્રવેશ બાદ માત્ર 17 દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે. સતત વરસતા વરસાદને કારણે લોકોમાં એક તરફ ખુશી છે તો બીજી તરફ અતિભારે વરસાદના કારણે ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 11 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની પણ શક્યતા છે.
ADVERTISEMENT
6 જુલાઈના રોજ રાજ્યના 12 જેટલા જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જયારે રાજકોટ, બોટાદ, ગીર-સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જેવા જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
5 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં નોંધાયો હતો, જ્યાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગત શનિવારે દ્વારકા, વલસાડના કપરાડા અને ધરમપુર, તાપીના વ્યારા, અમદાવાદ અને વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
હવામાન વિભાગે રાજ્ય માટે આગામી 4 દિવસની આગાહી જાહેર કરી છે, જેમાં ઘણાં જિલ્લામાં યેલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. 6 જુલાઈએ ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં યેલો એલર્ટ છે, જ્યારે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ADVERTISEMENT
7 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં યેલો એલર્ટ છે, જ્યારે નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. 8 જુલાઈએ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યેલો એલર્ટ છે. 9 જુલાઈના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મેઘો હજુ કરશે તરબોળ, હવામાન વિભાગે રાજ્યના આ વિસ્તારોમાં કરી ભારે વરસાદની આગાહી
રાજ્યના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય હોવાનું હવામાન વિભાગએ જણાવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. લોકો પાસે અપીલ કરવામાં આવી છે કે તળાવ, નદીઓ કે નીચાણવાળા વિસ્તારોમાં જઈને જીવ જોખમમાં ન મૂકે અને સાવચેતી રાખે. અગાઉ કરતા વધુ ભારે વરસાદની શક્યતા સાથે આગામી દિવસોમાં રાજ્યના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ફરી સર્જાઈ શકે છે. તેથી લોકોને જરૂર પડ્યે બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.