બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / ગુજરાત / Gujarat Vigorous micro-planning of BJP then the Congress will fail

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાત ભાજપનું જોરશોર માઈક્રો પ્લાનિંગ, તો કોંગ્રેસમાં દેકારો અપાર, જનસંપર્કમાં હાથ કરતાં કમળ મજ'બૂથ'

Dinesh

Last Updated: 11:48 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ભાજપની જેમ કોંગ્રેસે પણ પ્રચાર-પ્રસાર તો શરૂ કરી દીધો જ છે. પરંતુ કેટલીક બેઠકોને બાદ કરતા જમીની સ્તર પર કોંગ્રેસ જાણે ગાયબ હોય તેવું લાગી રહ્યું છે.

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચાર-પ્રસારમાં લાગી ગયાં છે. પરંતુ ગુજરાતમાં કોનો કેટલો દબદબો જોવા મળી રહ્યો છે. અને કોણ પ્રચારમાં ક્યાં ઢીલું પડી રહ્યું છે. તે પણ જાણવું જરૂરી છે. તો આવો રાજકીય અનુમાનો જાણીએ. 

પ્રચારમાં કોણ છે પાવરફુલ?
લોકસભાની ચૂંટણી નજીક છે. હવે દિવસો ગણતરીના જ બાકી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પક્ષ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ માઈક્રો પ્લાનિંગથી જન જન સુધી પહોંચી રહ્યું છે. જેમાં બુથ લેવલે પરિવારના સભ્યોને પેજ સમિતિ સભ્યો બનાવી ઘર ઘર સુધી કેસરિયો લહેરાવી રહ્યું છે. શહેરની સોસાયટીઓના ગેટ પર ભાજપના પોસ્ટરો જોવા મળી રહ્યા છે એટલું જ નહિ સોસીયલ મીડિયા ટીમ પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે.  એવું લાગે છે દરેક કડીને પોતાના પ્રચારમાં ભાજપે આવરી લીધી છે.. 

ચૂંટણીના મેદાનમાં કોણ ઓછું દેખાય છે?
ભાજપની જેમ કોંગ્રેસે પણ પ્રચાર-પ્રસાર તો શરૂ કરી દીધો જ છે. પરંતુ કેટલીક બેઠકોને બાદ કરતા જમીની સ્તર પર કોંગ્રેસ જાણે ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. ઘર ઘર તો ઠીક પરંતુ શહેરના રસ્તાઓ પર પણ ક્યાંક પોસ્ટર કે પ્રચારનું માધ્યમ નથી જોવા મળી રહ્યું. કોંગ્રેસ પક્ષ દાવા તો કરે છે કે પ્રચાર થઇ રહ્યો છે પણ માત્ર તે રેલી સ્વરૂપે જોવા મળે છે. બુથ લેવલ સંગઠનના અભાવને કારણે ક્યાંક કોંગ્રેસ પ્રચાર કરવામાં મોળી પડી રહી છે. 

વાંચવા જેવું: ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 23 બેઠક પર જ લડશે ચૂંટણી, 1 સીટ પર ફોર્મ રદ થયું તો બે સીટ AAP ને ફાળે

કોણ કોના પર ભારે?
પ્રચારથી જ પક્ષનો ઉમેદવાર જનતા સુધી પહોંચતો હોય છે અને જનતા ઉમેદવારને નેતા તરીકે પસંદ કરતી હોય છે. ભાજપના પ્રચાર સામે કોંગ્રેસના નીરસ પ્રચારની ચૂંટણી પરિણામ પર કેટલી અસર જોવા મળશે. તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ કોંગ્રેસમાં નિરસતાનો માહોલ કોંગ્રેસને જ ભારે પડશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Election campaign Lok Sabha Election 2024 Lok Sabha election campaign ચૂંટણી 2024નો પ્રચાર લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ