બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં નબીરાઓનો આતંક! શહેરમાં વધુ બે હિટ એન્ડ રનની ઘટના

વધુ એક કિસ્સો / વડોદરામાં નબીરાઓનો આતંક! શહેરમાં વધુ બે હિટ એન્ડ રનની ઘટના

Last Updated: 09:59 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હિટ એન઼્ડ રનની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. હાલ વડોદરાના કિસ્સાને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના વડોદરામાં સર્જાઇ હતી.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં વધુ બે હિટ એન્ડ રનની ઘટના થવા પામી છે. જેમાં પ્રથમ ઘટનામાં બિલ કેનાલ રોડ પર કાર ચાલકે રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી. ત્યારે લોકોએ કાર ચાલકનો ઘેરાવો કરી રોષ વ્યક્ત કર્યો હતો. જોકે લોકોનો રોષ જોઈ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

દારૂ પી ગાડી ચલાવી

આ ઘટનાનો લોકોએ વીડિયો ઉતાર્યો હતો. જેમાં કાર ચાલકને બોલવાના હોશ ન હોવાનું જોવા મળ્યું છે. ત્યારે બીજી ઘટનામાં તાંદલજા વિસ્તારમાં દારૂ પી ગાડી ચલાવી ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હતો. જેમાં કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને પગ પાસે જ દારૂ ની બોટલ જોવા મળી હતી. ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઇ તપાસ આદરી છે.

બાઇક ચાલકને ટક્કર મારી

ખેડાના નડિયાદમાં આવેલ વિકેવી રોડ પર આ ઘટના સર્જાઇ હતી. જેમાં બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કાર ડ્રાઇવરે ગફલતભરી રીતે હંકારતા માર્ગેથી પસાર થતા બાઇક ચાલકને ટક્કર મારી હતી. ત્યારે ગાડીએ બાઇકને ટક્કર મારતા આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે અકસ્માત બાદ કારમાં સવાર યુવક અને યુવતી ફરાર થઇ ગયા હોવાનું લોકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ બેફામ કારચાલકે બાઈક અને એક્ટિવાને લીધું અડફેટે, મહિલાનું મોત, કાળજુ કંપાવી દેતા CCTV

વડોદરાની ઘટનામાં એકનું મોત

વડોદરા હીટ એન્ડ રનની ઘટનામાં નશામાં ચકચૂર યુવકે એક મહિલાનો જીવ લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે હોળી-ધૂળેટીનો તહેવાર હોઈ લોકો તહેવાર મનાવવા પોતાનાં સગાસબંધીને ત્યાં જતા હોય છે. ગાંધીનગરથી એક દંપતિ તહેવાર નિમિત્તે પોતાનાં સગા સબધીને ત્યાં કાર લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન દહેગામ પાસે આવેલ ઉમિયા મંદિર પાસે કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

hit and run incident Vadodara news Vadodara hit and run
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ