બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / સુરતમાં બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી, તો વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે 23 લાખ પડાવી લીધા
Last Updated: 10:28 AM, 19 May 2025
Digital Arrest : ગુજરાતમાંથી ડિજિટલ અરેસ્ટ અને છેતરપિંડીના હચમચાવી નાખે તેવા કિસ્સા સામે આવ્યા છે. વિગતો મુજબ વડોદરામાં વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 23 લાખ પડાવી લેવાયા હતા. જોકે આ કેસમાં પોલીસે આરોપીઓને મહારાષ્ટ્રથી દબોચી લીધા છે. આ તરફ સુરતમાં બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ કેસમાં ઇસમોએ બિલ્ડરનો વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી અને 13 કરોડની જમીનના 1.50 કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. આ કેસમાં પણ પોલીસે જમીન દલાલ અને અન્ય બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ડિજિટલ અરેસ્ટના આરોપીઓને મહારાષ્ટ્ર દબોચી લીધા
વડોદરામાં ડિજિટલ અરેસ્ટના આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા છે. ડીજીટલ એરેસ્ટ કરતી ગેંગના સાગરિત મહારાષ્ટ્રથી ઝડપાયા છે. વિગતો મુજબ વડોદરાના વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 23 લાખ પડાવ્યા હતા. આ તરફ ડિજિટલ અરેસ્ટ કરનાર આરોપી મહેન્દ્ર મેઘવાલ પુનાથી ઝડપાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપી મહેન્દ્ર મેઘવાલ સામે 10થી વધુ ગુના નોંધાયા છે. આ ઇસમોએ 50 લાખથી વધુ રૂપિયા ડિજિટલ અરેસ્ટ કરી પડાવ્યા હોવાની આશંકા છે. આ તરફ હવે સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે અને તેને વડોદરા લાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બિલ્ડર સાથે થઈ કરોડોની છેતરપિંડી
ડાયમંડ સિટી સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. વિગતો મુજબ દલાલ અને અન્ય બે ઈસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી અને 13 કરોડની જમીનના 1.50 કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. 2012થી ઓળખતા દલાલ મારફતે જમીન વેચી હતી અને બાકીના રૂપિયા પેટે 50 પ્લોટ આપવાની વાત કરી હતી. જોકે બિલ્ડર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્યના નામે કરી દીધા હોવાનું ખૂલ્યું છે. આ તરફ છેતરપિંડી થતા બિલ્ડરે હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાએ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને પોલીસે ત્રણેય આરોપીને ધરપકડ કરી છે. આ કેસમાં જમીન દલાલ અને અન્ય બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
હવે જાણીએ શું છે ડિજિટલ ધરપકડ કે ડિજિટલ એરેસ્ટ ?
હવે આપણે વિગતવાર જાણીશું કે ડિજિટલ ધરપકડ શું છે ? ડિજિટલ ધરપકડને સાયબર છેતરપિંડીનો એક પ્રકાર કહેવામાં આવે છે, જેમાં ગુનેગારો લોકોને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. તેઓ લોકોને કહે છે કે, તેઓ કોઈ કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે અને તેમની ધરપકડ થઈ શકે છે. આ છેતરપિંડી ઘણીવાર ફોન કોલ્સ, ઈમેલ અથવા સોશિયલ મીડિયા મેસેજ દ્વારા કરવામાં આવે છે.
વધુ વાંચો : ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર, ટૂંક સમયમાં થઇ શકે છે મહત્વની જાહેરાત
ડિજિટલ ધરપકડ કેવી રીતે થાય છે?
ડિજિટલ ધરપકડ કેવી રીતે ટાળવી?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.