બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / VIDEO : ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી, ફરી અસામાજિક તત્વો બન્યા બેકાબૂ

દાદાગીરી / VIDEO : ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી, ફરી અસામાજિક તત્વો બન્યા બેકાબૂ

Last Updated: 11:36 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતી દિવસેને દિવસે કથળી રહી છે. ત્યારે અસામાજિક તત્વોની દાદગીરીના વધુ બે બનાવો સામે આવ્યા હતા. જેમાં વડોદરા અને સુરતમાં આવી ઘટનાઓને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.

છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી ઘટનાઓના કારણે લોકોને આર્થિક અને માનસિક રીતે પરેશાન થવાની વારી આવી છે. જાહેર માર્ગો પર જતા વાહનચાલકોને પજવવામાં આવતા સ્થાનિકો અમુક વિસ્તારોમાં જતા અચકાઇ રહ્યા છે. ત્યારે વડોદરા અને સુરતમાં આવી ઘટના સામે આવી છે.

વડોદરામાં વધુ એકવાર ફરી અસામાજિક તત્વો બેકાબૂ બન્યા હતા. જેમાં શહેરના દંતેશ્વર વિસ્તારમાં લાકડી હાથમાં રાખી રોફ જમાવતા શખ્સો નજરે ચઢ્યા હતા. મળતી માહિતી મુજબ 2 જૂથ વચ્ચેની બબાલમાં લુખ્ખા તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવશે તે જોવું રહ્યું.

શખ્સો પર પથ્થરમારો કર્યો

બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાં સેજલ નગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં રિક્ષામાં આવેલા શખ્સોએ 4 થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી હતી. જોકે ઘટના બાદ સ્પીડમાં રીક્ષા દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લોકોએ પોતાનો બચાવ માટે શખ્સો પર પથ્થરમારો પણ કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ચપ્પુ સાથે લોકો પર હુમલો કરતાં અસામાજીક તત્વો કેમેરામાં કેદ થયા હતા. જેના થકી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. પરંતુ વારંવાર આવી ઘટનાઓ સર્જાતા સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ બેફામ કારચાલકે બાઈક અને એક્ટિવાને લીધું અડફેટે, મહિલાનું મોત, કાળજુ કંપાવી દેતા CCTV

થોડા દિવસો પહેલા અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના ત્રાસને લઇ લોકોને ભારે પરેશાન થવાની વારી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તેમની ડંડાવારી કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર ઘટનાને લઇ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. જેમાં જનતાએ જણાવ્યું હતું કે શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ગુજરાત અને અમદાવાદ દેશમાં સેફ પણ હવે લાગતું નથી. પહેલા અમદાવાદ સેફ હતું પણ હવે સેફ રહ્યું નથી. દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. પોલીસ દ્વારા કડક પગલાં લેવાની જરૂર છે. પહેલા પોલીસનો ડર હતો પણ હવે ડર રહ્યો નથી. આ ઘટના પછી મહિલાઓ શહેરમાં સુરક્ષિત હોય એવું લાગતું નથી. આવા તત્વો પર કાર્યવાહી કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા જોઈએ. અને પોલીસે રિલ્સ નહિ પણ રિયલમાં તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

anti-social elements Vadodara news Surat news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ