બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા અકસ્માત કેસમાં નવા CCTV, નબીરા રક્ષિતે કાર ચલાવવા જુઓ કેવી જીદ પકડી હતી
Last Updated: 10:52 PM, 16 March 2025
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસમાં આરોપી રક્ષિત ચોરસિયાના વધુ એક CCTV સામે આવ્યા છે. રક્ષિત અને તેનો મિત્ર સુરેશ ભરવાડ ટુ વ્હીલર પર બેસી ઘરે પહોંચ્યા હતા. પ્રાંશુ ચૌહાણ પછી કાર લઈને ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણેય મિત્રો સુરેશના ઘરે એક કલાક સુધી રોકાયા હતા
ADVERTISEMENT
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ,
— Dinesh Chaudhary (@DineshVTVNews) March 16, 2025
આરોપી રક્ષિત ચોરસિયાના વધુ એક CCTV આવ્યા સામે pic.twitter.com/w4eYpTaqpE
ત્રણેય મિત્રો સુરેશના ઘરે એક કલાક સુધી રોકાયા!
ADVERTISEMENT
પ્રાંશુ અને રક્ષિત બંને કારમાં બેસી નીકળતા દેખાયા હતા અને શરૂઆતમાં પ્રાંશુ કારની ડ્રાઇવર સીટ પર CCTVમાં બેઠેલો દેખાય છે. રક્ષિતે જીદ કરતા પ્રાંશુએ રક્ષિતને કાર ચલાવવા આપી હતી. ત્યારે નવા CCTV ફૂટેજ સામે આવતાં કેસમાં નવો વળાંક આવી શકે છે.
આ પણ વાંચો: વિક્રમ ઠાકોરને વધુ એક દિગ્ગજ કલાકારે આપ્યો ટેકો, સ્નેહમિલનમાં કહ્યું રજવાડી છીએ..અમે માનભેર રહીએ
લોકોમાં ભારે રોષ
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કારચાલકને કારણે થયેલા અકસ્માતને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ વડોદરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. કેટલાક વિદ્યાર્થીઓ મુજબ બેફામ કારચાલકોમાં પોલીસનો કે કાયદાનો ડર રહ્યો જ નથી. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ મુજબ આવા આરોપીઓ સામે કડકમાં કડક તેમજ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઘટના / જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.