બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat Uttar Pradesh Friendship Day Lucknow Uttar Pradesh anandiben patel

સંસ્કૃતિ / 'ગુજરાત મારો પોતાનો પ્રદેશ છે પણ હવે ઉત્તરપ્રદેશ પણ મારુ': ગુજ.-યુપી મૈત્રી દિવસની ઉજવણી પર રાજ્યપાલ આનંદીબેન પટેલનું નિવેદન

Hiren

Last Updated: 06:43 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશનાં લખનઉ ખાતે તા.૨૩ મે, ૨૦૨૨ના રોજ ગુજરાત-ઉત્તર પ્રદેશ મૈત્રી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

  • ગુજરાત–ઉત્તરપ્રદેશ મૈત્રી દિવસની લખનઉ ખાતે ભવ્ય ઉજવણી
  • બન્ને રાજ્યોની સંસ્કૃતિને પ્રોત્સાહ મળવુ જરૂરી: યુપીના રાજ્યપાલ
  • ગુજરાત મારો પોતાનો પ્રદેશ છે પણ હવે ઉત્તરપ્રદેશ પણ મારુ છે : આનંદીબેન પટેલ

લખનઉના સંત ગાડગેજી મહારાજ ઓડિટોરીયમ ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજના અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

બન્ને રાજ્યોની સંસ્કૃતિને પ્રોત્સાહ મળવુ જરૂરી: યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ
ઉત્તરપ્રદેશ અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશે રાજ્યપાલ આનંદીબહેન પટેલે કહ્યું હતુ કે યુવા પેઢી અને એમા પણ ખાસ કરીને નવોદિત કલાકારો માટે આ બાબત સંજીવની સાબિત થશે. આ સાથે બન્ને રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત વધુ મજબુત બનશે અને બન્ને રાજ્યોના નાગરિકો એકબીજાની વધુ નજીક આવી શકશે.

ચારકુલા નૃત્ય અંગે રાજ્યપાલે કહ્યું- આ નૃત્ય વ્રજની હોળીના ગૌરવ સમાન છે
આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી શકે છે તેથી બન્ને રાજ્યોની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન મળવુ જોઈએ. ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા રજુ કરવામાં આવેલા ચારકુલા નૃત્ય નિહાળી રાજ્યપાલએ ઉમેર્યુ હતું કે આ નૃત્ય વ્રજની હોળીના ગૌરવ સમાન છે અને તેનો ઉદભવ રાધારાણીના જન્મ સાથે જોડાયેલો છે. ગુજરાતથી ઉત્તર પ્રદેશ પધારેલા તમામ ગૃપને રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે રૂ.૫૧,૦૦૦૦/- ચેક અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત મારો પોતાનો પ્રદેશ છે પણ હવે ઉત્તરપ્રદેશ પણ મારુ છે : આનંદીબેન પટેલ
આ પ્રસંગે રાજ્યપાલે ગુજરાતથી ઉત્તરપ્રદેશ આવેલા અધિકારીઓ અને કલાકારોને રાજભવન ખાતે આમંત્રિત કર્યા હતા. ઉત્તરપ્રદેશના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રીશ્રી જયવીર સિંહે પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશની ધરતી પર ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર લઈને માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વને નવી દીશા અને માર્ગદર્શન આપ્યુ છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે થયેલા MoUની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યુ હતું કે હવે બન્ને રાજ્યોની સાંસ્કૃતિક બાબતો અને કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળશે. ગુજરાત મારો પોતાનો પ્રદેશ છે પણ હવે ઉત્તરપ્રદેશ પણ મારુ છે.

ગુજરાત અને ઉત્તરપ્રદેશના કલાકારોએ અલગ અલગ નૃત્યુ રજૂ કર્યા
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે બે રાજ્યો વચ્ચે થયેલા MoU અંગે કહ્યું હતું કે આ બાબત માત્ર બે રાજ્યો વચ્ચે થયેલો સાંસ્કૃતિક વિષયોનો કરાર નથી પરંતુ આ MoUએ સાંસ્કૃતિક બાબતોને વધુ વિકસાવવા માટેનો માઈલ સ્ટોન છે. ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ ઉત્તરપ્રદેશ ગુજરાત-મૈત્રી દિવસ કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો પ્રારંભમાં નર્મદા અષ્ટકમ રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણા પારંપરિક નૃત્યો જેવા કે ડાંગી નૃત્ય, તલવાર રાસ અને મણિયારો રાસ રજૂઆત કરવામાં આવ્યા હતા. જ્યારે ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા ચરકુલા નૃત્ય, લઠ્ઠ માર, ફુલોની હોળી તથા કરમા નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ, ઉપ મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થી, અયોધ્યા શોધ સંસ્થાનના નિદેશક લવકુશ દ્વિવેદી, તથા ગુજરાત અને ઉત્તર પ્રદેશના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ