ગુજરાત / અનલોક-1માં સરકારે છૂટછાટ આપતાં આ શહેરોમાં બજારો થયાં ધમધમતાં, જોવા મળી લોકોની ભીડ

gujarat unlock1 lockdown5 people ahmedabad surat rajkot vadodara

અનલોક-1માં સરકાર દ્વારા છૂટછાટ અપાતાં આજે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની બજારો ફરીથી શરૂ થઇ છે. લોકડાઉનના 70 બાદ આજથી તમામ માર્કેટ શરૂ થતાં વેપારીઓએ પોતાની દુકાનો ખોલી છે.  અમદાવાદના કાલુપુરમાં આવેલા કાપડના વેપારી સવારથી દુકાન પર પહોંચ્યા હતા. રાજકોટ શહેરની મુખ્ય બજારો શરૂ થતા લોકો ઘરની બહાર નિકળ્યા છે.  ઘણા સમયથી સુમસામ રહેલા રસ્તા પર લોકો જોવા મળ્યા છે.  બીજી તરફ વડોદરાના ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા વિસ્તારમાં દુકાનો ખુલી ગઈ છે. સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ પણ આજથી શરૂ થયા. મનપાએ શહેરની 164 માર્કેટને શરૂ કરવા માટેની છૂટ આપી છે.  તમામ શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરવું ફરજિયાત છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ