ગુજરાત યુનિવર્સિટીએ લીધો વિદ્યાર્થીલક્ષી નિર્ણય,તમામ ડેટા મળશે ઓનલાઇન

By : kavan 10:28 PM, 13 June 2018 | Updated : 10:28 PM, 13 June 2018
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં એકેડિમક કાઉન્સીલ અને સેનેટની બેઠક મળી હતી, જેમાં યુનિવર્સિટીને ડીઝીટલાઇઝ કરવા યુનિવર્સિટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવા નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ મુજબ 1985 બાદના તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ ઓનલાઇન રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે,શરૂઆતમાં 2017ના વિદ્યાર્થીઓના ડેટા અને એ બાદ ઉતરતાક્રમમાં વર્ષવાર વિદ્યાર્થીઓના ડેટા ઓનલાઈન રાખવામાં આવશે. આ સિવાય હાલમાં વિદ્યાર્થીઓના ડેટા ઓનલાઈન કરવાનું કામ યુનિવર્સિટી દ્વારા મલ્ટીનેશનલ કંપનીને સાથે રાખીને પણ કરવામાં આવી રહ્યું છે.

જે અંતરગત કુલ 28 હજાર ડેટા ઓનલાઈન રાખી દેવામાં આવ્યા છે. હવેથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દુનિયાના કોઈપણ ખૂણેથી પોતાના ડોક્યુમેન્ટ મેળવી અને વેરીફાઈ કરાવી શકશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના ડીજી લોકર્સમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ રાખવા માટેની પણ ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા દાવો પણ રજુ કરવામાં આવી રહ્યા છે કે આ એક ફૂલપ્રૂફ સીસ્ટમ હશે, જેમાં ડેટા ચોરીનો પણ કોઈ ભય નહીં રહે.  Recent Story

Popular Story